________________
૩૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રારણ પંન્યાસજીને જણાવ્યું કે, “આ બોલને શાસ્ત્રોના આધાર પાઠે આપી સાચા કરી બતાવે.”
પં. સત્યસૌભાગ્યગણિ આ બેલ વાંચી મૌન બની બેસી રહ્યા. સર્વ સભ્યો અને બધા પ્રેક્ષકે એ જાહેર કર્યું કે ૫૦ સત્ય સૌભાગ્યગણિ હારી ગયા છે. ઉ૦ કુશળસાગરગણિ સાચા છે. ભવ્ય વિજયદેવસૂરિ જીત્યા છે. આ વિજયદેવસૂરિ એ પછી ચૈત્ર શુ ૮ ના રોજ સૂરતથી વિહાર કરી કુંભારિયા પધાર્યા, અને ત્યાંથી આગળ ધીમે ધીમે વિહાર કરતા દક્ષિણ વિજાપુર પધાર્યા.
(– ઐતિહાસિક રાસસંગ્રહ, ભા૪, નિરીક્ષણ, પૃ. ૩૯–૪૦)
ઈતિહાસ કહે છે કે, ભર વિજયદેવસૂરિએ વિજાપુરમાં સં. ૧૬૮૭માં શેઠ વેલચંદના પ્રતિષ્ઠા ઉત્સવમાં જિનપ્રાસાદની પ્રતિષ્ઠા કરી, તેમજ સં. ૧૬૮૭ થી ૧૬૯૪ સુધી કનાડ આંતરિક્ષ તિલંગ ગેલકુડા વગેરે સ્થાનોમાં વિચરી જિનપ્રતિમાઓ મુનિવરની પદવીઓ વગેરે કરી તે પછી તે વિહાર કરી ગુજરાતમાં પધાર્યા. તે પછી સં. ૧૭૦પ ના ફાવે વ૦ પને બુધવારે વરાડના શ્રીપુરમાં ભ૦ અંતરીક્ષ પાર્શ્વનાથના જિન પ્રસાદની નવી અંજનશલાકા કરી અને તે તીર્થને જીર્ણોદ્ધાર કરાવવા ઉપદેશ આપે.
(–પ્રક) ૬૦...ધાતુપ્રતિમા લેખ) ૧૭ને આક
(૩૧) જિનાગમાં એક સૂત્ર છે કે–સત્તરસવિહે અસંજ” આ સૂત્ર તે જૈન સાધુઓને ૧૭ જાતના અસયમથી અસમાધિથી સાવધાન રહેવા માટે ચેતવણી આપે છે. કદાચ કલ્પનાના બળે આ સૂત્રને “ગણિતાનુગમાં બંધ બેસતે આલંકારિક અર્થ' કરીએ, તે કહી શકાય કે, ૧૭ મી સદી (સં. ૧૬૧૭ થી ૧૭૦૦ સુધી) ને જેને સમાજ માટે કાળ અસમાધિ-અશાંતિને કાળ હોય. કેમકે તે સદીમાં અંચલગચ્છમાં ૪, ખરતર ગચ્છમાં ૪ ગછે વગેરે નીકળ્યા હતા.
ખુશી થવાની વાત છે કે, આજે વિક્રમની ૨૧ મી શતાબ્દીમાં ઉપરને ગચ્છભેદ–કલેશ રહ્યો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org