________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
৩২৩ ઠરાવ્યા. અને સાથે સાથે જાહેર કર્યું કે સાગરપંથના આ સમસ્ત ગ્રંથો વાસ્તવમાં જલ શરણુ કરવા જેવા છે, પણ આજે એટલું જ કહું છું કે, હું ગીતાર્થ મુનિવરેની તપાસ સમિતિ બેસાડી, તેમાં આ ગ્રંથની પ્રામાણિકતાની તપાસ કરાવીશ અને જ્યાં સુધી આ ગ્રંથને પ્રામાણિક જાહેર ન કરું ત્યાં સુધી સૌએ આ સમસ્ત ગ્રંથને અપ્રામાણિક માનવા. (–શાસનદીપક પૂ. મુત્ર શ્રી વિદ્યાવિજયજી વી. નિ. સં. ૨૪૪૭ના ભાઇશુ. ૮ના રોજ લખેલ ઐતિહાસિક રાસ સંગ્રહ ભાગ ૪ નું
નિરીક્ષણ, પૃ. ૧ થી ૩૯) માફી
(૨૬) “વિરવંશાવલી”માં ઉલ્લેખ છે કે, ઉપાટ નેમસાગર ગણિવરે સં. ૧૬૭૧ ના વૈશુ. ૩ ને દિવસે અમદાવાદમાં હાજાપટેલની પિાળમાં ચતુર્વિધ સંઘની વચ્ચે આ. વિજયસેનસૂરીશ્વરની પાસે પિતાના પાંચ બેલના પટ્ટાથી વિરુદ્ધ વર્તન કર્યાને મિચ્છામિ દુકકડું આપે. પ્રમાણિકતાની છાપ
પછી આ વિજયસેનસૂરીશ્વરે ૧. “સર્વજ્ઞશતક, ૨. “ધર્મતત્વવિચાર,” ૩. “પ્રવચનપરીક્ષા,” અને ૪. “ઈરિયાવહિયાકુલક, વગેરે ગ્રંથને ગ૭ને ગીતાર્થ મુનિવરેની સમ્મતિથી પ્રામાણિક ગ્રંથ તરીકે જાહેર કર્યો. અને અમદાવાદ, ખંભાત, પાટણ, તથા ગંધાર વગેરે સ્થાનના સંઘ ભંડારમાં તે તે ગ્રંથે રખાવ્યા.
(વિવિધગચ્છ પટ્ટાવલી સંગ્રહ, પૃ૦ ૨૨૪) (૨૭) આ. વિજયસેનસૂરિ અમદાવાદથી વિહાર કરી ખંભાત પધારવાના હતા. રસ્તામાં નાર ગામના બગીચામાં તેમને ઊલટી થઈ ખંભાતને સંઘ તેમને ઝેળી વડે ખંભાત લઈ ગયે. આ૦ વિજય. સેનસૂરિવરે સં૦ ૧૬૭રના જે વ૦ ૧૧ ના રોજ ખંભાતના અકબર પરામાં સ્વર્ગગમન કર્યું. નવા ગચ્છનાયકે
તેમની માટે આ વિજયદેવસૂરિ તપગચ્છના નાયક બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org