________________
६४८
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સં. ૧૭૨૫ના મ. સુ. ૫ ના રોજ નાગારમાં ગચ્છનાયકપદ સ્વીકાર્યું. તે સં. ૧૭૩૦ ના વૈ૦ સુત્ર ૧૦ ના દિવસે બિકાનેર આવતાં તેના ભક્તોએ મોટે ઉત્સવ કર્યો. શ્રીફળની પ્રભાવના કરી આ આચાયે ૮ વર્ષ ગચ્છનાયકપદે રહી, ૭ દિવસનું અનશન કરી સં. ૧૭૩૩માં બિકાનેરમાં કાળ કર્યો.
૬૯. આસદારંગસૂરિ–તે નાગોરના સૂરવંશના શા. ભાગચંદના પાંચમા પુત્ર હતા. તે શિશુવયમાં જ ઉપાશ્રયમાં સ્થવિર મુનિના આસન પર બેસી ગયા, અને બેલ્યા, “મારે યતિ થવું છે” તેણે ૯ વર્ષની ઉંમરે ૬૭મા આ૦ આસકરણના હાથે નાગરમાં દીક્ષા લીધી. તેણે ૧૫ વર્ષની ઉંમરે જાવજજીવ છઠ્ઠનું તપ કરવાની પ્રતિજ્ઞા લીધી. છ વિગઈ ને ત્યાગ કર્યો. તે મહાતપસ્વી તરીકે ખ્યાતિ પામ્યા. તેમને આ૦ આસકરણની આજ્ઞાથી આ૦ વર્ધમાને પિતાની પાટે ૬૯મા “ગચ્છનાયક” બનાવ્યા, હીંસારકેટના બ્રોચા કવાડા ગોત્રના શાક શાંતિભદ્ર ઉત્તમચંદે નાગેર આવી, ગુરુને વંદન કરી, ચાર હજાર રૂપિયા ખરચીને નાગોરમાં સ્વામીવાત્સલ્ય કર્યું.
ઘણું બાદશાહો અને રાજાઓ તેમના ભક્ત હતા. તે પૈકી બિકાનેર નરેશ, અનુપસિંહ અને યુવરાજ સુજાણસિંહ વગેરે મુખ્ય હતા.
અમારિ
તેમણે સં. ૧૭૬૦માં લાહેરમાં અને સં૦ ૧૭૬૧માં દિલ્હીમાં ચોમાસા કર્યા. ત્યાં મહામાત્ય શીતલદાસ વગેરેને ઉપદેશ આપી, દયાધર્મને ઉદ્યોત કર્યો. આગરામાં બાદશાહના સાળા મહાખાને તેમના ઉપદેશથી પિતાના રાજ્યમાં અમારિ પળાવી, તે સં. ૧૭૬દમાં બિકાનેર આવ્યા.
(-ઈતિ, પ્રક. ૪૪, પૃ. ૧૦૭) ગચ્છસંઘર્ષ
પણ બિકાનેરમાં એક વિચિત્ર મર્યાદા હતી, ત્રષિ રઘુનાથજી લખે છે કે, બિકાનેરમાં ર૭ મહોલ્લા વસેલા હતા તે પૈકીના ૧૩ મહોલ્લાઓ ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથ તરફના હતા, અને ૧૪ મહોલાઓ ભ૦ મહાવીરસ્વામીના જિનાલય તરફના હતા. ત્યાં સં૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org