________________
૬૬૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ થી ૧૨૪૩) જૈન થયા (પ્રક. ૩૫ પૃ૦ ૧૫૨) રાજા વિજલરાયે સર્વ ધર્મ સમભાવે વીરશૈવધર્મના ઉપાસકેની દરબારમાં ભરતી કરી. તે ઉપાસકેએ રાજાના વિરુદ્ધમાં ખટપટ શરૂ કરી, પંડિત વસવ વિજજલરાયની મહેરબાનીથી “મંત્રીપદે” નીમાયે. તેણે જ કૃતઘ બની, રાજા તથા રાજ પરિવારને વિનાશ કર્યો, જેનેની કતલ કરી, કુલપાકના જૈન તીર્થમંદિરને શિવાલય તીથ બનાવી, નવા લિંગાયત મતની સ્થાપના કરી.
નોંધ: વસવપુરાણમાં તથા લિંગાયત ગ્રંથમાં આ સંહારલીલાનું વર્ણન છે.
સૌ (૧૦) રશિયાની બાનુ ભલેને કિએ “થિઓ સેફિકલ સેસાયટી"ની સ્થાપના કરી છે. તેણે ગુપ્ત જ્ઞાનને લાગતું “Issisun veiled” પુસ્તક બનાવ્યું છે. તે તેના ત્રીજા ભાગના પૃ. ૩૨૩માં લખે છે કે “પ્રાચીન હિંદના અસલી માલિકીના ખરા અને એકલા વંશજો જેનો જ છે. જે ગંગા અને જમનાની વચ્ચે ખીણમાં રહેતા હતા. ગૌરવર્ણના હતા. અને બ્રાહ્મણ કહેવાતા હતા. તેઓ ધીમે ધીમે હીંદની બધીય જમીનના માલિક બન્યા. ઈતિહાસ લેખકોએ આ વાત છુપાવી અન્યાય કર્યો છે. - (૧૧) થીઓસોફીકલ સોસાયટીના પ્રમુખ “કર્નલ એલ કાટ “The Peop Papiah” નામના પુસ્તકમાં તામીલ ભાષાના પ્રાચીન “હાલાસ્ય માહાત્મ્યના” પ્રકરણ ૬ભાની ત્રાસદાયક હકીકત બતાવે છે કે
શિવ આચાર્યો દક્ષિણ હિંદના દિગમ્બર જૈનેને હંફાવી, તેઓની કતલ કરાવી, તેઓને ઘાણીમાં ઘાલી પીલાવ્યા, તરવારથી કપાવ્યા, ભાલાથી વિધાવ્યા, “મદુરાના દેવાલયની કમાન ઉપર” આ દેખાવ કર્યો છે. તેને ફેટો પણ આ બુકમાં છપાવ્યો છે. જે જૈનેને જેનપણું છોડાવવાની શરતે જીવતા રાખ્યા. તેઓને ગુલામ બનાવ્યા. (Papiah) પહેરિયા નામ આપી, અસ્પૃશ્ય તરીકે જાહેર કર્યા. થીઓ સોફી પ્રચારકે તેઓને પોતાના ધર્મમાં લઈ લ્ય છે.
(–જેન હિતેચ્છુ પૃ.૧૩ અં. જે સને. ૧૯૧૧ ફેબ્રુઆરી પૃ. ૧, ૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org