________________
ઉ૦૦ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉદ્ભટ વિદ્વાન હતા. અને તેમની પાછળ તેમના શિષ્ય પણ વિદ્વાન હતા, છતાં દુઃખની ઘટના છે કે, “કેઈએ તેમનું વિશદ જીવનચરિત્ર ગૂંચ્યું નથી. અથવા કઈ એ તેમનું જીવન લખ્યું હોય તે તે અત્યારે ઉપલબ્ધ નથી.”
પુરાતત્ત્વ નિષ્ણાત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય શ્રી જિનવિજયજીએ “આત્માનંદપ્રકાશ” માસિક, પુસ્તક : ૧૪, અંક: ૪ (૫૦ ૧૫, અંકઃ ૩, ૪)ના પૃ. ૩૮માં આ બાબતમાં કંઈક પ્રકાશ પાડ્યો છે. આત્માનંદપ્રકાશના તે લેખને સાર નીચે પ્રમાણે છે
“શ્રી વલ્લભવિજયજી (આ. વિજયવલ્લભસૂરિ) પાસે છૂટક છૂટક પાનાં છે. તેમાં શરૂનાં ૪ પાનાં નથી, વચમાં એક પાનું નથી, અને ૯ પછીનાં છેલ્લાં પાનાં નથી. એમ ગ્રંથ અધૂરે છે. તેમાં મહેપાધ્યાયનું શરૂનું જીવનચરિત્ર નથી, છેલ્લાં પાનાં ન હોવાથી ગ્રંથકારનું નામ કે ગ્રંથની સાલ મળતાં નથી. પણ તે પાનાઓમાં માત્ર “ખરતર–તપાચર્ચા” નામ લખ્યાં છે. તે સંભવ છે કે, મહેક ધર્મસાગરગણિના કેઈ શિષ્ય-પ્રશિષ્ય આ પાનાં લખ્યાં હશે. તે ઉપલબ્ધ પાનાંઓમાંથી નીચે મુજબ ટૂંકા મુદ્દાઓ તારવી શકાય. દ્રા સારા * ગચ્છનાયક આવિજયદાનસૂરિ નાડલાઈમાં બિરાજમાન હતા. તેમણે પં રાજવિમલ, પં. ધર્મસાગર, અને પ૦ હરિહર્ષ વગેરેને પિતાની પાસે બોલાવ્યા. ૫૦ હીરહર્ષ અને પં. રાજવિમલ આવ્યા. અને પણ પં, હરહર્ષને પત્ર જવાથી પં. ધર્મસાગર તથા પં. સિંહવિમલગણિ પાંચ ગાઉ દૂર જ્યાં હતા ત્યાંથી નાડલાઈ આવવા નીકળ્યા. સાથે ભીલ વળાવી હતે. ચાલવાની શરૂઆત કરતાં જ એક કાળી ચકલી બેલી. ભીલે કહ્યુંઃ આ ચકલી એમ જણાવે છે કે “તમે બંનેમાંથી મેટાને મેટી પદવી મળશે. અને નાના મહારાજને માન નહીં મળે.” તે બંને નાડલાઈ ગચ્છનાયક પાસે આવી ગયા. બન્યું પણ એમ જ, ગચ્છનાયકે પં૦ ધર્મસાગર ગણિનાં વાંદણું લીધાં. અને તેણે ૫૦ સિંહવિમલ ગણિનાં, જે ભૂલ કરી હતી તેની માફી માગ્યા પછી વાંદણું લીધાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org