________________
પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ
૬૮૩ આ આનંદવિમલસૂરિ પ્રત્યે અત્યંત રાગિણી હતી. તેને દીક્ષા લેવાની ભાવના હતી, તે ચપળ હતી અને નાની ઉંમરની હતી. આથી ભ૦ હેમવિમલસૂરિએ તેને દીક્ષા આપવાની મનાઈ કરી, પરંતુ આ આનંદવિમલસૂરિએ સાથેના ઋષિ-મુનિવરોની સમ્મતિ મળવાથી ભવિષ્યને લાભ વિચારી, તેને દીક્ષા આપી. આ૦ આનંદવિમલસૂરિ ત્યારથી ચાર માસાં ગચ્છનાયકથી જુદા વિચર્યા, તેઓ ત્યાં કિયેદ્ધાર કરવાના હતા. તેમણે દીક્ષાની ભાવનાવાળા કડુઆમતના સંવરીઓને દીક્ષા આપી, પોતાના શિષ્ય બનાવ્યા. કડુઆમતના શ્રાવકોને પોતાના ભક્તો બનાવ્યા. માંડવ (માંડલ)ના શ્રાવકને પોતાનામાં લીધા, સ્થાને
સ્થાને વિચરી, શ્રાવકોને પોતાના બનાવ્યા. જ્યાં જ્યાં જે જે ક્ષેત્ર પિતાનું બને એમ લાગ્યું ત્યાં ત્યાં તેમણે રહીને તે તે ક્ષેત્રને પોતાનાં બનાવ્યાં. અને ભણનારાઓને પ્રતિબોધી, દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા. તેમણે મેગલ અબુસદ સુલતાનને ઉપદેશ આપે.
(-પ્રક. ૪૪, પૃપર) તે “ત્યાગી” હતા અને ઋષિઓના રોગથી તથા નવા દીક્ષિતેના યોગથી કડક ત્યાગી બન્યા. કિદ્ધાર
આ આનંદવિમલસૂરિએ સં. ૧૫૮૨ વિ. શુ ૩ના દિવસે ક્રિોદ્ધાર કર્યો. તે આત્મધ્યાનમાં મગ્ન રહેતા. આ પરિવાર ત્રાષિમતી તરીકે વિખ્યાત થયો. કેમકે આ પરિવારમાં મોટી સંખ્યામાં લંકાગચ્છમાંથી આવેલા ઋષિઓ હતા.
૧. તપાગચ્છમાં વિક્રમની ૧૫ થી ૨૦મી સદી સુધીમાં લેકાગચ્છ અને સ્થાનકવાસીના ઘણું ઋષિઓ આવ્યા અને સંવેગી સાધુ બન્યા, તે આ પ્રમાણે
ઋષિ હાના, શ્રીપતિ, ગણપતિ, મેઘજી ઉ૦ મેઘજી પૂ૦ બુરાયજી, પૂ૦ મૂલચંદજી, પૂ૦ વૃદ્ધિચંદ્રજી, પૂ. આત્મારામજી, આ અજિતસાગરજી, પૂ. રત્નવિજયજી (ખાખી) ગુદેવ ચારિત્રવિજયજી, પૂછ પદ્મવિજયજી વગેરે સંવેગિ બન્યા.
કિદ્ધારક પરમસંવેગી પં. સત્યવિજયગણિવર પણ ગૃહસ્થપણામાં લાડાણુના લોકાગચ્છના શ્રાવક હતા (રાસ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org