________________
૬૮૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ તે આપણે આપણી પરંપરાનું તપગચ્છની સમશાખા નામ રાખવું વધુ સંગત છે.” એવો વિચાર કરી, તપાગચ્છ હર્ષ કુલ સેમશાખા નામ રાખ્યું હોય. - ૫૭. ભ૦ સેમવિમલસૂરિ–તેમને ખંભાત પાસેના કંસારી ગામમાં પરવાડ મંત્રી સમધરના વંશના શાહ રૂપવંતની પત્ની અમરાદેવીએ પિતૃદાસ અને જસવંતને જન્મ આપે.
શ્રી જસવંતને સં. ૧૫૭૦ માં જન્મ થયે. સં. ૧૫૭૪ ના વિ. શુ ૩ ને શનિવારે રોહિણી નક્ષત્રમાં અમદાવાદમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે મુનિ સૌભાગ્યહર્ષના શિષ્યરૂપે સંઘપતિ ભૂલાચના પુત્ર જસુએ કરેલા ઉત્સવમાં દીક્ષા લીધી, નામ મુનિ સેમવિમલ, તેમને સં૦ ૧૫૮૩માં વીસનગરમાં ભ૦ હેમવિમલસૂરિના હાથે સૂરિપદ મળ્યું. તે પછી ભ૦ સૌભાગ્યહર્ષસૂરિએ મુનિ સેમવિમલને સં. ૧૫૯૦ ના ફાટ વ પ ના રોજ ખંભાતમાં કીકા પિરવાડના ઉત્સવમાં “ગણિપદ આપ્યું સં. ૧૫૪ના ફા. વ૦ ૫ ના રોજ સિરોહીમાં “પંન્યાસપદ, સં. ૧૫૫માં વીજાપુરમાં “ઉપાધ્યાયપદ” તથા સં. ૧૫૯૭ ના આ૦ સુઇ ૫ ને ગુરુવારે અમદાવાદમાં ગુરૂજીના હાથે “સૂરિપદ આપ્યાં તથા સંઘે સં. ૧૬૦૫ ના માહ સુદિ ૫ ના રોજ ખંભાતમાં ગચ્છનાયકપદ આપ્યું અને તેમનું સં. ૧૬૩૬-૩૭ ના ભાદરવા વદ પાંચમે સ્વર્ગગમન થયું.
તેમણે સં. ૧૫૭૪ માં ૪ વર્ષની ઉંમરે દીક્ષા લીધી “અજારી તીર્થમાં જઈશારદાની આરાધના કરી, વરદાન મેળવ્યું. તેમણે કાન્હમદેશના વણછરા ગામમાં પં. આનંદપ્રમોદને “ઉપાધ્યાયપદ અને આમેદમાં ગણિ વિદ્યાવિજય–ગણિ “વિદ્યારત્નને “પંખ્યાસપદ આપ્યાં.
તેમના ઉપદેશથી વિજાપુરના દેશી તેજાએ “સિદ્ધાચલને છરી પાળા યાત્રાસંઘ કાઢ્યો, જેમાં સાથે ૩૩ સાધુ હતા જેમાં ૪ લાખ દ્રવ્ય ખરચ્યું હતું. તેમણે સં૦ ૧૫૯માં, પાટણમાં, સં. ૧૬૦૦માં દીવમાં, ધોળકામાં, ખંભાતમાં, સં. ૧૬૦૧ માં આમેદમાં, સં. ૧૬૦૨ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org