________________
૬૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ શ્રાવકને ગુરુ તે જોઈએ જ, આ સ્થિતિમાં લંકાગચ્છના યતિઓ ત્યાં પહોંચી ગયા. તેઓએ ત્યાંના જેનોને પોતાના ભક્તો બનાવી, જિનાલયનાં દર્શન-પૂજન બંધ કરાવ્યાં, તાળાં, મરાવ્યાં અને દરવાજે કાંટા ભરાવ્યા. - આઠ આનંદવિમલસૂરિને આ ખબર મળતાં દુઃખ થયું. તેમણે આ જેનેના હિત માટે અને મોટા લાભ માટે ત્યાં “વિહાર ખેલવાને” વિચાર કર્યો. તેમણે પ્રથમજ મહેક વિદ્યાસાગરગણિને વિહાર કરવાની આજ્ઞા આપી. મહા તપસ્વી હતા જ. તેમને અઠ્ઠમના પારણે વિપક્ષના શ્રાવકાએ પાત્રમાં રાખ આપી મહાપાધ્યાય રાખને પાણીમાં ઘોળી પી ગયા. અને તે પછી તેમણે બીજો અડ્રમ કર્યો. જેને આ ઘટનાની ખબર પડી. સૌ મહોપાધ્યાયજી પાસે આવ્યા ને તેમના ચરણમાં ઝકી પડયા.
મહેપાધ્યાયજીએ આ રીતે કષ્ટ સહન કરી મોટી મારવાડને “મુનિવિહાર” ખુલ્લો કર્યો. મહોપાધ્યાયજીએ જેસલમેરમાં ખરતરગ૭વાળાને, મેવાતમાં વીજામતીને અને મેરબી વગેરે સ્થાનોમાં લંકામતવાળાને ઉપદેશ આપ્યું હતું. અને ત્યાં શુદ્ધ જૈન ધર્મની સ્થાપના કરી હતી.
એ સમયે આ પાર્ધચંદ્રસૂરિ વીરમગામમાં હતા. ત્યાં તેમને માટે પ્રભાવ હતે. - મહોપાધ્યાયજીએ વિરમગામ જઈ ઉ૦ પાન્ધચંદ્રને વાદમાં હરાવી, તેમના ભક્તોને સન્માર્ગે વાળ્યા. તેમણે આ જ રીતે માળવા, ઉજજૈન વગેરે સ્થાનમાં વિહાર કરી, ઉપદેશ આપી ઘણાને સન્માર્ગમાં સ્થાપ્યા હતા. તેમણે મેટી શાસન પ્રભાવના કરી હતી. આથી તેમને યશ બહુ ફેલાયે. સંભવ છે કે, મહાપાધ્યાયજી ઘણાં વર્ષો સુધી જીવ્યા હોય?
૧. “પાયચંદગચ્છ” માટે જુઓઃ પ્રફળ ૪૧, પૃ૦ ૪૯૪, ૪૫, પ્રાક. ૫૩, પૃ૦ ૬૫ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org