________________
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ભાઈઓને થેપાડું (ધપેલી) પછેડી, દાંતને ચરવલો, નવકારવાળી અને પૌષધના વેશની પ્રભાવના કરી. તેમજ બધી સાધમિક બહેનને સાડલે, દાંત અગર છીપને ચરવલે તથા નવકારવાળીની પ્રભાવના કરી, અમદાવાદમાં તેમજ અમદાવાદ બહારના કડુઆમતના સંઘને બરચાની રકમ મોકલી, સ્વામીવાત્સલ્ય જમાડયું.
શા કલ્યાજીએ સં૦ ૧૬૮૫ માં ભણશાલીના છરી પાળતા યાત્રા સંઘ સાથે શંખેશ્વરતીર્થની યાત્રા કરી.
શા. કલ્યાણજી તે કડુઆમતના છેલ્લા પ્રભાવક પદ્ધર હતા.
કડુઆતને પ્રભાવક ભણશાળી પરિવાર અમદાવાદમાં અખે ભણશાલી નામે શ્રેષ્ઠી હતું. તેને ૩ પુત્રે અને ૧ પુત્રી હતી. તે સૌને માટે પરિવાર હતા. આ બધાયે કહુઆમતના ચુસ્ત અનુયાયીઓ હતા. તેમની વંશાવલી અને કાર્યોની વિગત આ પ્રકારે મળે છે.
૧. પહેલે પુત્ર સં૦ ભ૦ દેવજી (પત્ની દેવલદે)ના વંશમાં (૧) ભ૦ રૂપજી, (૨) ભ૦ ખીમજી, (૩) ભ૦ કીકે, થયા.
૨ બીજો પુત્ર ભ૦ કકે, તેને પુત્ર વિજયરાજ.
૩ ત્રીજો પુત્ર ભ૦ જીવરાજ, પુત્ર ભ૦ સૂરજી (પત્ની સુજાણદે), તેના પુત્રો (૧) ભ૦ સમરસંઘ, ૨ ભ૦ અમરસંઘ અને ૩ ભ૦ સં૦ પંચાયણ,
૪. પુત્રી રૂપાઈ–તે સેની પનીયાની પત્ની તેની પુત્રીઓગજબાઈ, સેનબાઈ.
ભણશાળી દેવજીએ સં૦ ૧૬૬૩ના ફાવ૧ ના રોજ ૮૫ આંગળની ભગવાન ઋષભદેવની પ્રતિમાવાળા જિનાલયની શા જિનદાસ પાસે” પ્રતિષ્ઠા કરાવી. અને ૧૫૦ જિનપ્રતિમાઓની અંજનશલાકા કરાવી.
તેણે સં૦ ૧૬૭૨ ના કાળ વ૦ ૫ ના રોજ “શત્રુંજયને છરી પાળતો યાત્રા સંઘ” કાઢો, પાછા આવતાં ધોળકામાં જામી (નાણું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org