________________
१२४
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ગાળ્યાં હતાં. તે તે સ્થળોમાં તેણે પિતાના મતના ઘણા શ્રાવકે બનાવ્યા હતા. શાસ્ત્રાર્થ
તેણે સં. ૧૫૩૯માં નાડોલ (નાડલાઈ)ને ચોમાસામાં લંકાગચ્છના ઋષિ ભાણુ સાથે શાસ્ત્રાર્થ કરી, જિન પ્રતિમાને જિનાગમના પાઠથી સિદ્ધ કરી હતી. - તેને સંવરી શ્રાવક દેવ વાસણ મહેસાણામાં રહેતો હતો.
તેણે સં. ૧૫૫૦માં સાદડીમાં દેશી સંઘરાજના ઘરમાં ચોમાસામાં ખરતરગચ્છ સામે “પાંચ કલ્યાણક અને સ્ત્રી પૂજા” બાબતને શાસ્ત્રાર્થ કર્યો હતો. તેમજ સં. ૧૫૫૬માં જાલેર પ્રદેશમાં આંચલિક તથા ખરતરગચ્છવાળા સાથે “અતિ પ્રતિષ્ઠા, નિષેધ, અને અપર્વના દિવસે પૌષધ કરવા બાબત” શાસ્ત્રાર્થ કર્યો હતો.
પં. હરિકીતિ ગણિએ સં૦ ૧૫૬૩માં થરા ગામમાં સ્વર્ગ વાસ કર્યો. શાહ કહુઆએ પિતાની ગાદીએ સં. ૧૫૬૨માં શા. ખીમાશાહને સ્થાપિત કર્યો. અને તેની સામે ઉપર જણાવેલા વિવિધ બેલની પ્રરૂપણ કરી.
શાહ કહુઆએ ૧૯ વર્ષની ઉંમરે સંવરીપણું લીધું, ૨૯ વર્ષની ઉંમરે ગાદી સ્થાપી, અને સં૦ ૧૫૬૪માં શત્રુંજય તીર્થમાં કુલ ૬૯ વર્ષની ઉંમરે અનશન સ્વીકારી, સ્વર્ગવાસ કર્યો.
૨. શાહ ખીમાજી–તે પાટણના રાજકાવાડાના વીશા પોરવાડ શારા કર્મચંદ અને તેની પત્ની કર્માદેને પુત્ર હતું. તે પછી પૂનાના ઘરે રહીને ઘણું ભર્યું હતું. પરી પૂનાએ પંડિતને હમેશાંની “એક એક કેરી આપીને ” તેને ન્યાયશાસ્ત્ર ભણાવ્યું, પણ બીમા શાહને “હરસને વ્યાધિ” થયે તેથી તે વધુ વિહાર કરી શકો નહીં. શાહ ખીમાજીએ ૧૬મા વર્ષે સંવરીપણું સ્વીકાર્યું અને ૪૭ વર્ષની ઉંમરે સં. ૧૫૭૧માં પાટણમાં સ્વર્ગવાસ કર્યો. ગચ્છભેદ
આ સમયે સંવરી શાહ રામાએ સં. ૧૫૮૬માં થરાદમાં ખીમાશાહથી જુદા પડી કડવા મતની જુદી શાખા ચલાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org