________________
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણું મહાવીર સ્વામીની પ્રતિમા સામે જઈ તે જિન પ્રતિમાનાં દર્શન અને પૂજા કરી, સામે ઉભા રહી, બે હાથ જોડી, પ્રતિજ્ઞા કરી કે-“હે ભગવાન આપની કૃપાથી જે હું આ આફતમાંથી બચી જઈશ તે અહીં આપને ત્રણ શિખરે વાળ મોટો જિનપ્રાસાદ બનાવી, તેમાં આપની પ્રતિષ્ઠા કરાવીશ” દીવાન આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી ભરતપુર ગયે. રાજાએ તેને મારવા માટે તેપને મેઢે ઉભે રાખે. અને તોપચીને હુકમ આપ્યો કે “જામગ્રી સળગાવ–ગોળે છેડ-કે દીવાનને તેની ભૂલને બદલે મળે.”'
તોપમાં દારૂગોળ ભરી રાખ્યો હતો. તે પચીએ એકવાર જામગ્રી સળગાવી, તે ઠરી ગઈ, અને બીજીવાર જામગ્રી સળગાવી તે પણ ઠરી ગઈ. છેવટે ત્રીજીવાર જામગ્રી સળગાવી. તે પણ ઠરી ગઈ પરિણામે તપને ગોળ છુટયો જ નહીં. અને દીવાનને કંઈ નુકશાન થયું નહી. રાજાએ આ વિચિત્રતા દેખી દીવાનને પુછ્યું. દીવાનજી? ત્રણ ત્રણ વખત જામગ્રી સળગાવી છતાં, નકામી જાય છે. તેનું કારણ શું છે? તે કહે. દીવાન બે હાથ જોડીને બેલ્યો-મહારાજા મેં અહીં ચાંદનગામના ભ૦ મહાવીરસ્વામીને અરજ કરી છે કે-હું આ આફતમાંથી બચી જઈશ તો અહીં ત્રણ શિખરવાળે જિનપ્રાસાદ બનાવી, તેમાં તમારી પ્રતિષ્ઠા કરાવીશ.
મારા એ ભગવાને મારી એ અરજ સાંભળી છે અને તે ભ૦ મહાવીર સ્વામીની કૃપાથી જામગ્રી ઠરી જાય છે, ગેળા છુટતા નથી, અને હું બચી જાઉં છું. રાજાએ આ ઘટના સાંભળી, દીવાનને નિર્દોષ માની, તેને તે ભૂલની માફી આપી. દીવાન જેધરાજજી એ ત્યાં ભ૦ મહાવીરસ્વામીને ત્રણ શિખરવાળે મેટો જિનપ્રાસાદ બનાવ્યો. અને તેમાં વિ. સં. ૧૮૨૬ મહાવદિ-૭ ગુરુવારે ડીગ નગરના રાજા કેશરીસિંહના રાજ્યમાં વેતામ્બર વિજયગચ્છના ભ૦ મહાનંદસાગરસૂરિના હાથે તે ભ૦ મહાવીરસ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી, તથા બીજી ઘણી જિન પ્રતિમાઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા
' કરાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org