________________
નગનિયોહનસૂરિ ) ૦ ૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ પૂજ શ્રી વૃજપાલજી તે જિનપ્રતિમા કે ભ૦ પાર્શ્વનાથના બનાવી રાખેલ ત્રિરંગી ફટાના દર્શન કર્યા વિના અન્નપાણી લેતા જ ન હતા. આમ હોવાથી તેમના પરિવારના ઘણા સાધુએ તપાગચ્છના સંવેગી સાધુઓ અગર લેકપ્રિય ઉપદેશક બન્યા હતા. જેમકે–
(૧) ઋષિ રતનચંદજી, તે શા. વિ. જે. વિજયધર્મસૂરિના શિષ્ય આત્મનિષ્ઠ યોગી શ્રી રત્નવિજયજી, (૨) ૪૦ ધર્મચંદ્રજી, તે શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ, પાલીતાણાના સંસ્થાપક પૂ. ગુરુદેવ શ્રી ચારિત્રવિજયજી, (૩) ૦ રાયચંદજી, તે વ્યાખ્યાતૃચૂડામણિ આ. વિજયમહનસૂરિના શિષ્ય મુનિ પદ્મવિજયજી તથા (૪-૫) સોનગઢના શ્રી જૈન મહાવીર ચારિત્રાશ્રમના સંસ્થાપક-સંચાલક જોકપ્રિય બાપા શ્રી કલ્યાણચંદ્રજી સ્વામી શ્રી કેશરિચંદ્રજી સ્વામી વગેરે વગેરે.
કરછના અષ્ટકોટિ પક્ષના દરેક સાધુને જિનપ્રતિમાની શ્રદ્ધા હતી. સૌ ૮૪ આગમ અને પંચાંગીને માનતા હતા. આમ થવાથી તે પક્ષમાં ગરબડ થઈ
તે જ પક્ષના પૂજ શ્રી......................ના શિષ્ય ૪૦.........ને બુદ્ધિભ્રમથી વિચાર કુર્યો કે, માત્ર જિનાગમ બત્રીશી જ સમકિત શ્રત છે, તે સિવાયના જિનાગમે, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા, વ્યાકરણ ગ્રંથ, અને ન્યાય ગ્રંથ વગેરે તથા અજેન ગ્રંથ મિથ્યાશ્રત છે. આ ગ્રંથે જગતમાં હશે ત્યાં સુધી મિથ્યાત્વને જ પ્રચાર બની રહેશે. તો આ સૌ ગ્રંથને વિનાશ કરવાથી જ શુદ્ધ ધર્મ ટકી શકશે. તેમણે આ પ્રમાણે વિચારી પૂજ શ્રી................. પાસેથી પિતાના ગુરુદેવના ભાગના પુસ્તકો માંગી લીધા. અને એક રાતે આ બધાં પુસ્તકોના ટુકડા કરી, બીજે દિવસે નદીની રેતમાં દાટી દીધા. તેમણે પોતાને ને પંથ ચલાવ્યું તે નાની પક્ષ કહેવાય છે, છ કોટિ તેરાપંથીને મળતો છે. તે મેલાં કપડાં પહેરે છે. તેથી સાધારણ જનતા તેને મેલડીયા પણ કહે છે, આ નાની પક્ષ તે ઢંઢિયાઆઠ કેટિ પક્ષની શાખા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org