________________
१०४
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૪. અજીવપંથ
ટુંઢિયા પંથમાંથી પંજાબમાં એક અછવપંથ” નામની શાખા નીકળી હતી, જો કે આ પંથ બાબત વધુ ખુલાસો મળતા નથી પણ સંભવ છે કે, ૪૦ ધર્મદાસની આઠ કેટિની પરંપરાના સાધુએ પંજાબમાં જઈ “જીવ માર્યો મરે નહીં” એ પ્રરૂપણાને મનસ્વીરૂપે રજૂ કરી, આ નવી શાખા કાઢી હોય. એટલે પંજાબના આઠ કેટિ અને છ કેટિના સંઘર્ષમાંથી આ પંથ જન્મ્યા હોય. ૫. દુઢિયા-તેરાપંથી
૪૦ ભીખમચંદજીએ સં. ૧૮૭૦માં બગડીમાં સ્થાનકમાર્ગી સંપ્રદાયમાંથી ન તેરાપંથ ચલાવ્યું. તેને ઈતિહાસ એવે મળે છે કે
ઉક્ત ઋષિએ પિતાના વિચારે વહેતા મૂક્યા. આથી ૨૫ સ્થાનકમાગઓની સમિતિ મારવાડના બગડી ગામના બહારના ભાગમાં મસાણમાં રહેલ દેરીમાં વાટાઘાટ કરવા માટે બેઠી, ઘણી વાટાઘાટ ચાલી. પણ સૌ એક મત થયા નહીં, અને સવારે તે સાધુઓ બે પક્ષમાં વહેંચાઈ જઈ, છૂટા પડ્યા.
એક પક્ષમાં ૧૩ ઋષિઓ હતા, તે “તેરાપંથી' કહેવાયા. બીજા પક્ષમાં ૧૨ ઋષિઓ હતા તે “બારાપંથી' કહેવાયા. આ રીતે બારાપંથી અને તેરાપંથી એમ બે ભાગ પડયા. સ્થાનિક માગ કષિ માળવામાં “બારાપંથી” તરીકે વિખ્યાત છે.
તેરાપંથની શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છે–
૧. ઋષિ ભીખમચંદજી, ૨. શ૦ ભારમલજી, ૩. ૪૦ રાયચંદજી, ૪. ૪૦ જીતમલજી, પ. ૫૦ મંગલજી, ૬. ઋ૦ માલચંદજી, ૭. ૪૦ ડાલચંદજી, ૮. ઋ૦ કાલુરામજી,
૯. માત્ર તુલસીરામજી તે આજે વિદ્યમાન છે.
તેરાપંથીમાં ઋષિ, આર્યા, શ્રાવક, શ્રાવિકા સૌ એક ગુરુની આજ્ઞામાં રહે છે. તેમાં ૧૦૦ ઋષિઓ છે. ૨૫૦ આર્યાઓ છે. સૌમાં સંપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org