________________
ચેપનમું ] ભ૦ લક્ષ્મસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ પ૮૧
પરંતુ એ મત શરૂ થયા પછી બીજી શતાબ્દીમાં વિચ્છેદ પામે. તેની પરંપરા પણ તૂટી ગઈ. અને તેના પ્રભાવકેનું કઈ “સક્રિય કાર્ય” પણ નોંધાયું નથી. આ સ્થિતિમાં તેમના ગ્રંથે જ એ મતની માન્યતા બતાવનારાં સાધન છે. જ્યાં સુધી આ ગ્રંથ રહેશે ત્યાં સુધી ગની નામાવલીમાં નિગમમત અમર બની રહેશે.
સાધારણ વાચક આવા વાંચે તે, નવું વિધાન દેખી શંકાના વમળમાં અટવાઈ જાય છે. તો આવા ગ્રંથના સંગ્રાહકે અને પ્રકાશકની નિતિક ફરજ છે કે, તેમણે “વિસંવાદી વિધાન”ની નીચે સ્પષ્ટ સૂચના લખી દેવી જોઈએ કે, “આ વિધાન અમુક મતનું છે.” આમ કરવાથી સાધારણ વાચક ભ્રમમાં પડે નહીં. અને માર્ગાનુસારી પણે” માત્ર પોતાને જોઈએ, તેટલે લાભ લઈ આત્મકલ્યાણ સાધી શકે.
વિવિધ મતો વિક્રમની ૧૬ મી સદીમાં જેમાં ઈસ્લામી સંસ્કૃતિની અસરથી ઘણા નવા નવા પથે નીકળ્યા હતા. તે ક્રમશઃ આ પ્રમાણે હતા.
(૧) આ સમયે સં. ૧૫૨૮માં તપાગચ્છની વૃદ્ધ પષાળના (આ. નં. ૫૮) ભ૦ જ્ઞાનસાગરસૂરિના લહિયા લોંકાશાહે તીર્થ પ્રતિમા, પૂજા, પચ્ચક્ખાણ અને વિધિમાર્ગને પી લંકામત” ચલાવ્યું,
૧. વિ. સં. ૧૫૮૫માં લખાયેલી “સિદ્ધાંત ચોપાઈ' વગેરેમાં લખ્યું છે કે, “લકાએ તીર્થ, પ્રતિમા, જિનપૂજ, સર્વવિરતિ, દેશવિરતિ, બે ધર્મોની ભિન્નતા, દાન, જન્મકલ્યાણક, ઉત્સવો, પૌષધવ્રત, પચ્ચકખાણ, પ્રતિજ્ઞાનો કાળ, દીક્ષા, સમ્યફવભેદ, સ્થવિરાચાર, વગેરેને નિષેધ કર્યો,
(–જૈન સત્યપ્રકાશ, ક્રમાંક: ૧૭; પટ્ટાવલી
સમુચ્ચય, ભા. ૨, પુરવણી પૃ૦ ૨૪૨) પરંતુ પછીના લેકાગચ્છના શ્રીપૂએ તે તે છેડેલી વસ્તુઓનો યથાનુકૂળતા મુજબ સ્વીકાર કર્યો છે.
વિસં. ૧૪૬૬નો ઈતિહાસ મળે છે કે, તે સમયે પાંચમા આરાની અસરથી વિવિધ જૈન ગચ્છમાં જિનપૂજા, પ્રતિક્રમણ, અને ઉપધાન વિધિના વિરોધમાં ઉગ્ર વાતાવરણ હતું. માત્ર તપાગચ્છ આ વિરોધથી મુક્ત હતો.
(–ગુર્વાવલી લૈ૦ ૪૬૫, પ્રક. ૪૯ પૃ. ૪૩૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org