________________
૬ ૦૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ નીકળી, સૂરત ગયા. અને ત્યાં શેઠ વીરજી હાપા વહેરાને ઘરે વહોરવા ગયા. તેણે તેના ઘરમાં ચાલતાં ચાલતાં પગલે પગલે રજોહરણથી ભૂમિ સાફ કર્યા કરી. આ દેખી શેઠે પૂછ્યું કે, “આમ કેમ કરે છે?” ઋષિએ ઉત્તર આપ્યું કે, “આંખમાં પૂરેપૂરી દર્શન શક્તિ નથી, તેથી પૂંજી પૂજીને ચાલું છું.”
ઋષિ લવજી સૂરતથી નીકળી, અમદાવાદ પહોંચ્યા. ફરીવાર તે અને ઋષિ ધર્મદાસ મળ્યા. પણ બંનેમાં “વંદનવ્યવહારને વાંધો
૧. આવી જ વિચિત્ર ઘટના અજમેરમાં બની હતી. એક દિવસ એક સ્થાનકવાસી ઋષિ અજમેરમાં લાખનકેટડીમાં શેઠ હીરાચંદજી સંચેતીને ત્યાં વહોરવા આવ્યા. તેણે હવેલીના દરવાજાથી તે તેના રસોડાના દરવાજા સુધી નીચેની જમીન પૂજતાં પૂજતાં ધીમે ધીમે આવી પંદર મિનિટ જે સમય ગાળે. સૌને આ જોઈ તમાસા જેવું લાગ્યું. આ જેવાને બીજા માણસો પણ એકઠા થઈ ગયા. શેઠ હીરાચંદજી તેમની ભાવના સમજીને બોલ્યા: “મહારાજ? આપ અજમેર કયારે પધાર્યા ?” ઋષિએ જવાબ આપે : “ભાયા? હું ખેરવાથી વિહાર કરી આજે ૧ વાગે અજમેર આવ્યો છું.” શેઠે જણાવ્યું: તે આપે ખેરવાથી કાલે વિહાર કર્યો હશે, કેમકે “આપ મારા ઘરમાં જે રીતે ચાલે છે એજ રીતે વિહાર કરે તો ખેરવાથી અજમેર : આવતાં ઘણું કલાકે જોઈએ.” ઋષિએ કહ્યું: “ના, ભાયા ? હું ત્યાંથી આજે સવારે જ સૂર્યોદય પછી નીકળ્યું હતું.” શેઠે કહ્યું: “મહારાજ ! તો પછી આપ અહીં પણ વિહારની ચાલે ચાલને ?”
શેઠે સાફસાફ જણાવ્યું: “અહીં વધુ બતાવવાની કંઈ જરૂર નથી. કેમકે અમે ઓશવાલ થયા ત્યારથી જ ઉપકેશગચ્છના અને તપાગચ્છના જૈન છીએ. અમારા ગુરુના ઉપદેશ મુજબ અમારા દરવાજા અભંગ રહે છે. બીજું, અમને બાવીશાળા કે “તેરાપંથી એ રાગદ્વેષ”નથી. અમારા ઘરમાં બંને પંથવાળાની પુત્રીઓ પુત્રવધૂ તરીકે આવી છે, અને મેં મારી પુત્રી તથા પૌત્રીઓ બંને પંથવાળાના ઘરે પરણાવી છે. આથી અમારે મન સૌ જૈન સરખા છે. બંને પંથને ઋષિઓ પણ અમને ગોચરીને લાભ આપે છે. આપે પણ કૃપા કરીને અમને ગેચરીને લાભ આપતા રહેવું. પણ હવે આ વિધિ કરવાની જરૂર નથી.”
(–શેઠ હીરાચંદ સંચેતી સાથે મારવાડી ભાષામાં થયેલી વાતચીતના આધારે ગુજરાતી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org