________________
ત્રપનમેં ] ભ૦ લમીસાગરસૂરિ, આ૦ સેમદેવસૂરિ ૬૦૧ પડો.” અને બંનેની નવી પ્રરૂપણામાં પણ મે તફાવત હતે. આથી બંને જુદા પડ્યા. ગષિ લવજી અમદાવાદથી વિહાર કરી, અન્ય સ્થાને ફરી, બીજી વાર અમદાવાદ આવ્યા. તેમણે અહીં અમદાવાદના કાળુપુરના વતની ૨૩ વર્ષની ઉંમરના શાહ એમજીવીશા પિરવાડને દીક્ષા આપી, પિતાને શિષ્ય બનાવ્યું. તે બંને અહીંથી વિહાર કરી બુરહાનપુર ગયા, અને ત્યાં ઈદલતપુરામાં ઊતર્યા. ઋષિ લવજી ત્યાં એક રંગારી બાઈને ત્યાંથી લાડ વહેરી લાવ્યા. તે લાડવામાં ઝેર ભેળવેલું હતું. તેની તેને ખબર ન હતી.
ઋષિ લવજીએ તે લાડવાને આહાર કર્યો અને ત્યાં જ અનશન કરી, અવસાન પામ્યા અને તે લાડવા આપનાર રંગારી બાઈને ગલત કેદ નીકળે.
ઋષિ લવજીની પાટે વષિ સમજી બેઠા. તે બુરહાનપુરથી વિહાર કરી, અમદાવાદ જઈ, ઋષિ ધર્મદાસને વંદન કરી, તેની સાથે રહ્યા. પરંતુ આ દરમિયાન ઋષિ ધર્મદાસે અમદાવાદમાં પિતાની નવી પ્રરૂપણા ચાલુ કરી હતી. આમ પ્રરૂપણનો ભેદ પડવાથી, તે બંનેને મેળ મળ્યો નહીં, તે બંનેએ આપસ આપસમાં ચર્ચા કરી. એના પરિણામે ઋષિ ધર્મસિંહના શિષ્યો ઋષિ અમીપાલજી, ઋષિ શ્રીપાલજી તથા કુંવરજીના ગચ્છના બષિ પ્રેમજી અને ષ હીરજી વગેરે યતિઓ ઋષિ ધર્મદાસને “સરાવી”, ઋષિ સમજી પાસે ગયા. ત્યાં તેઓ તેમને વાંદી તેમના શિષ્ય બન્યા. તેમજ ઋષિ ધર્મદાસના ઘણા શ્રાવક-શ્રાવિકાઓ પણ ઠષિ ધર્મદાસના આઠ કેટિ પક્ષને છેડી, ઋષિ સમજી પાસે ગયા. અને તેમના શ્રાવક બન્યા. એ રીતે તે બધાએ છ કેટિનો સ્વીકાર કર્યો.
આ ઘટના બનવાથી અમદાવાદના ઢુંઢિયા (લંકાગચ્છ)ના તે પંથમાં ફટ પડી. બીજી તરફ મારવાડના લંકાગચ્છના યતિ ઋષિ જીવાજીના શિષ્ય બષિ લાલચંદજી વીશા પિરવાડ હતા અને વિદ્વાન હતા. તે પણ ઋષિ સમજી પાસે આવીને તેમના શિષ્ય બન્યા.
લાહોરના સેંકાગચ્છના ઉત્તરાધ શાખાના યતિ હરિદત્ત પણ ઋષિ એમજીના ચેલા બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org