________________
૪૯૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ
ઉપદ્રવ શમન-સિરોહીના રાજા સહસમલે અમારિ પ્રવર્તાવી, પણ પછી અમારિને ભંગ કર્યો હતો. આથી દેશમાં (કે શિરોહીમાં) તીડનો ઉપદ્રવ થયો. આચાર્યશ્રીએ ધ્યાનમાં બેસીને આ ઉપદ્રવ શમાવ્યું. - આચાર્યશ્રીએ મેવાડના દેલવાડામાં (અથવા ધારાનગરીમાં પંવારના રાજ્યમાં) દુષ્ટ દેવીઓએ કરેલા ઉપદ્રવને શાંત કરવા માટે ચમત્કારી નવું સંતિકર સ્તોત્ર પ્રાકૃતમાં ગાત્ર ૧૩ બનાવ્યું. આચાર્યપદ મહોત્સવ
પંપ્રતિષ્ઠામ ગણિ જણાવે છે કે, આ સેમસુંદરસૂરિએ સં. ૧૪૭૮ સુધી કઈ મુનિવરને ગચ્છનાયક બનાવ્યા ન હતા. એવામાં વડનગરને શેઠ દેવરાજ, જેની દેવગિરિ (લતાબાદ)માં દુકાને હતી, તે ભારે ધર્મપ્રેમી હતો. તેણે પિતાની લમીને લાભ લેવા, આચાર્યદેવ પાસે આવીને વિનંતિ કરી કે, “ગુરુદેવ! આપની પાટે હવે એગ્ય ગચ્છનાયકની નિમણુંક કર. મને લક્ષમીના સદ્વ્યયને લાભ મળે એવી કૃપા કરે.” ત્યારે આ૦ શ્રીમસુંદરસૂરિએ પિતાના મુનિમંડળ ઉપર દષ્ટિ ફેરવી, અને “ઉપાધ્યાય મુનિસુંદર ગણિ” ઉપર એ દષ્ટિ સ્થિર રથાપી. આચાર્યશ્રી તેમની યોગ્યતાને વિચાર કરતા ગૌરવ અનુભવતા હોય, એવા પ્રસન્ન દેખાયા. શેઠ પણ જાણતો હતો કે “ઉપાધ્યાય મુનિસુંદરગણિ વિદ્વાન છે, અખ્ખલિત સંસ્કૃત બોલી શકે છે. સૌ વાદોમાં વિજય મેળવે છે. તેમણે આ૦ દેવસુંદરસૂરિની સેવામાં ૧૦૮ વાર લાંબા પત્રમાં
વિજ્ઞપ્તિત્રિવેણી”ના નામે સુંદર કાવ્યો મોકલ્યા છે, જે રચના ભગવાન સિદ્ધસેન દિવાકર વગેરેને યાદ કરાવે તેવી છે.
તે એકીસાથે એક હજાર નામ યાદ રાખી શકે છે, શીઘ્ર કવિ છે. એવી કઈ વિદ્યાશક્તિ કે કલા નથી જે ઉપાધ્યાયજીમાં ન હોય. શેઠ આચાર્યદેવની ભાવના પારખીને ખુશ થતે પિતાના ઘેર ગયે.
શેઠે ઘેર બેસીને આચાર્ય પદપ્રદાનની કંકોતરી લખી, અને દેશદેશના શ્રીસંઘને વડનગર મહોત્સવમાં લાવ્યા. તેણે વડનગરને ખૂબ શોભાવ્યું, ધવલ-મંગલ ગવરાવ્યાં, ને વાજિત્રે મંગાવ્યાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org