________________
પર૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ લક્ષ્મીસાગરને આચાર્ય પદવી આપી. તેમણે તથા આ૦ ઉદયનંદિએ આ લક્ષમીસાગરસૂરિને ભ૦ મુનિસુંદરસૂરિની મરજી પ્રમાણે આ૦ રત્નશેખરસૂરિની પાટે સ્થાપ્યા. પ્રતિષ્ઠા
તેમના પ્રતિષ્ઠા લેખે નીચે પ્રમાણે મળે છે.
(૧) આ૦ રત્નશેખરસૂરિવરે સં. ૧૫૦૭ મહા સુ. ૧૧ બુધવારે રાણ કુંભાજીના રાજ્યમાં વસંતગઢમાં વ્ય૦ ભાદા પરવાડે જીર્ણોદ્ધાર કરાવેલ ભ. શાતિનાથના જિનપ્રાસાદની તથા તેમાંની જિન પ્રતિમા ઓની પ્રતિષ્ઠા કરી. (પ્રાગૂવાટ ઈતિહાસ ખંડ ૩ જે, પૃ. ૨૮૨)
નેધ: વસંતગઢ ગામ પહાડીમાં વસેલું છે. આજે તેના ખંડેરે ઉભા છે. વચમાં “એક તૂટેલ જિન પ્રાસાદ” છે. તેમાં ભ૦ શાન્તિનાથની એક પદ્માસનવાલી ખંડિત પ્રતિમા છે. પત્થર એવી જાતનો છે કે “તેને તાંબાના પૈસાની ટકેર મારવાથી તેમાંથી મીઠો મધુરો ખણખણાટ સંભળાય છે.” અહીંની જિન પ્રતિમાઓ પીંડવાડા વગેરે સ્થાનમાં લઈ જવામાં આવી છે. વસંતગઢના સદા પોરવાડના પુત્રો સુરતા સીપા મેહાંજલી શિહીમાં જઈ વસ્યા.
- ( -ઈતિ. પ્રક૫૧, પૃ. ૫૧૯) અજારીથી ૪ માઈલ પર આ સ્થાન આવેલું છે. અજારી અને વસન્તગઢની વચ્ચે એક નાનું ગામડું છે. તેના પાદરમાં એક પાળી યામાં શ્રી કૃણ વાસુદેવની ઉભી મૂર્તિ છે. અને તેના મુકુટમાં ભ૦ નેમિનાથની જિન પ્રતિમા છે.
(૨) આ૦ સેમસુંદરસૂરિની પાટે આ૦ રત્નશેખરસૂરિએ સં. ૧૫૦૮ના વૈશાખ વદિ ૧૩ ના રોજ “દેવકુલપાટકમાં ”શાળ જગશી પિરવાડની પરંપરાના શાહ શાહૂલે ૨૪ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાંની ભ૦ શીતલનાથની પ્રતિષ્ઠા કરી શાહ શાહૂલે દેવકુલપાટક, ગિરનાર, આબૂ, ચંપકનેર, ચિત્તોડ, જાફરનગર, કાયંદ્રા, નાગહૂદ, એશિયા, શ્રીનાગપુર, કુંભલગઢ અને શ્રી કુંડ (દક્ષિણ) એ દરેક સ્થાને બે બે જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી હતી. (–ભાંડારકરની નેંધના આધારે, શ્રી જિનવિજયજીને, પ્રાચીન
જેન લેખસંગ્રહ ભા. ૨, નાડેલ વિભાગ, લેટ નં. ૩૭૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org