________________
પ્રકરણ બાવનમું
આ૦ રત્નશેખરસૂરિ
(સં. ૧૫૦૨ થી સં. ૧૫૧૭) તેમનાં જન્મ સં. ૧૪૫૭ (૧૪૫૨)માં થયો હતો. તેમણે (૫૦મા) આ સાધુરત્નસૂરિના ઉપદેશથી વૈરાગ્ય ભાવના થતાં સં. ૧૮૬૩માં (૫૦) આ સમસુંદરસૂરિના હાથે દીક્ષા લીધી. તેમને સં૦ ૧૪૮૩માં પંન્યાસપદ, નામ ૫૦ રત્નચંદ્રગણિ રાખવામાં આવ્યું. સં. ૧૪૯૦માં મેવાડના દેલવાડામાં “આ૦ મુનિસુંદરસૂરિ”ના હાથે ઉપાધ્યાયપદ આપતાં નામ મહ૦ રત્નશેખર ગણિ રાખવામાં આવ્યું. તેમને સંતુ ૧૫૦૨માં દેલવાડામાં આ મુનિસુંદરસૂરિના હાથે આચાર્યપદવી મળી. સં. ૧૫૧૭ (૧૫૧૧)ના પિષ વદિ ૬ ના રોજ સ્વર્ગગમન થયું.
તે આ૦ ભુવનસુંદરસૂરિના વિદ્યાશિષ્ય અને દીક્ષા શિષ્ય હતા. મહેર લક્ષ્મીભકગણિના વિદ્યા શિષ્ય હતા. તે બાલવયમાં દીક્ષા ગ્રહણ કરીને વિદ્વાન થયા. બાદમાં તે નિષ્ણાત હતા. વાણીદેવી તેમના ઉપર પ્રસન્ન હતી. તેમણે નાની વયમાં જ “બેદરપુર” વગેરે દક્ષિણ દેશના વાદીઓને જીત્યા. ખંભાતના બાંબીભટ્ટે તેમને “બાલસરસ્વતીનું બિરુદ આપ્યું.
તેમણે સં૦ ૧૪૯૯માં રાણકપુર તીર્થમાં ઉ૦ સેમદેવને અને તે પછી ઉ૦ ઉદયનંદિને અને સં. ૧૫૦૮માં મેવાડના મજજાપદ્રમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org