________________
૫૧૨
જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ ગુજરાતના ૭મા બાદશાહ મુજફરશાહે (વિસ. ૧૫૬૭થી ૧૫૮૩) આ૦ હેમવિમલસૂરિ (સં. ૧૫૪૮ થી ૧૫૮૩)ને સં૦ ૧૫૭૨ માં કેદમાં પૂરી, ખંભાતના સંઘ પાસેથી ૧૨૦૦૦ ટકાને દંડ લીધે” ત્યારે આચાર્યશ્રીની આજ્ઞાથી ચાર પંડિત મુનિવરેએ ચાંપાનેરમાં બાદશાહ પાસે જઈ, તેને ખુશ કરી સંઘની રકમ પાછી અપાવી હતી. આ ચાર મુનિવરોમાં એક શીઘ્ર કવિ પં. શુભીલ ગણિ પણ હતા. પં. શુભાશીલ ગણિવરે
ઘણુ ગ્રંથ રચ્યા છે, તેમાંના આ પ્રકારે જાણવા મળે છે--
સં૦ ૧૪૯૨માં “વિકમચરિત્ર', સં૦ ૧૪૯૩માં “પુણ્યધનનુપ કથા, સં. ૧૫૦૪માં “પ્રભાવકચરિત્ર, સં. ૧૫૦૯માં, “ભરફેસર બાહુબલીવૃત્તિ', સં. ૧૫૧૮માં “શત્રુંજયક૯૫-સ્વપજ્ઞવૃત્તિસહ', સં. ૧૫૪૦માં “શાલિવાહનનુપચરિત્ર” ગ્રં. ૧૮૦૦, “પુણ્યસાર કથા,
સ્નાત્ર પંચાશિકા,” “ભક્તામર સ્તોત્રમાહાસ્ય” ગ્રં૦ ૧૭૦૦, “પંચવર્ગસંગ્રહ,” “ઉણાદિનામમાલા,” વગેરે ગ્રંથ રચ્યા. તેમજ “દેલાઉલામંડન યુગાદિજિનસ્તવન –મંત્રતંત્ર ભેષજાદિગર્ભિત પ્રાકૃત ગાથા ૨૫” બનાવ્યું હતું, જેમાં તેમણે પોતાનું નામ પં. શુભ સુંદર આપ્યું છે.
મહોર ભાનુચંદ્ર ગણિના શિષ્ય પં. ભક્તિચંદ્ર ગણિએ ઉપર્યુક્ત સ્તવનની “અવચૂરી” રચી.
(-પ્રક૫૫, મહા વિદ્યાસાગર ગણિની વાચક પરંપરા) પટ્ટાવલી ૯મી
૫૧. આ૦ મુનિસુંદરસૂરિ.
પર. પં. ચંદ્રરત્ન ગણિ–તેમણે ગુરુભક્તિથી “જયાનન્દચરિત્ર' ગ્રં ૭૫૦૦નું સંશોધન કર્યું અને પ્રશસ્તિના ૪ કલેક બનાવી, તેની સાથે જોડ્યા હતા. સંભવ છે કે ચંદ્રરત્નગણિવર તે પિતે જ આ૦ રત્નશેખરસૂરિ બન્યા હેય. એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org