________________
પચાસમું ] આ૦ સોમસુંદરસૂરિ
૪૯૩ (૬) મહાકવિ ૫૦ પ્રતિષ્ઠા સેમગણિવર લખે છે કે સં. ગુણરાજના પુત્ર બાલુએ રાણ મેકલસિહની રજાથી. અને પિતાની આજ્ઞાથી ચિત્તોડમાં રહી, ચિત્તોડના કિલ્લાના (આ પ્રદ્યુમ્નસૂરિના શાસ્ત્રાથના વિજયના ઉપલક્ષમાં રાણુ અલ્લટરાજે બનાવેલ)ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદ અને જેન વિજયકતિસ્તંભને જીર્ણોદ્ધાર કરાવ્યું. આ દરમિયાનમાં સં૦ ગુણરાજ મરણ પામ્યું હતું. આથી જીર્ણોદ્ધાર થયા પછી સં૦ ગુણરાજના પાંચ પુત્રએ વિ. સં. ૧૪૮૫માં તપાગચ્છના ૫૦મા ભ૦ સેમસુંદરસૂરિવરના હાથે તેની પ્રતિષ્ઠા કરાવી, તેમજ તે જિનપ્રાસાદમાં બીજી ચાર નવી દેરીઓ બનાવી, તેની પણ તેમના હાથે જ પ્રતિષ્ઠા કરાવી.
(–વિ. સં. ૧૫૨૪નું સેમ સૌભાગ્ય મહાકાવ્ય સર્ગ+ ૦)
(૭) વૃદ્ધો કહે છે કે ત્યારબાદ છેલ્લી સદીઓમાં ઉદેપુરના રાયે પણ ચિત્તોડ વિભાગના અધિકારી (કલેકટર)ની દેખરેખ નીચે તેને જીર્ણોદ્ધાર કરાવ્યા હતા.
પણ વિચિત્ર ઘટના એ છે કે–તે અધિકારી આ સ્થાપત્યના મૂળ ઇતિહાસથી અજાણ હતા. આથી તેણે જિનાલય નહીં પણ માત્ર સ્તંભને જ જીર્ણોદ્ધાર કરાવ્યું અને તેની ઉપરની જિનપ્રતિમા એમાં મરજી મુજબ ફેરફાર કર્યો. આ રીતે આ વિજયકીતિ સ્તંભ આજ સુધી સુરક્ષિત છે. અને જૈનસ્તંભ તરીકે વિખ્યાત છે.
(૮) જે-સાહિત્ય સંશોધક વૈમાસિક વર્ષ + અંક + માં ત્રણ રંગમાં તથા સં. ૨૦૧૫ના જૈન યુગના નવું વર્ષ બીજાનાં ૯ મા અંકમાં એક રંગમાં તેના ફેટા પ્રકાશિત થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org