________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ
૧૩૭ હયાતીમાં કે વિહાર પછી તેની પ્રેરણુથી અને હરખચંદ પરમાનંદની માગણીથી આ ફરમાન આપ્યું હોય,
જે કે બાટ જહાંગીરના રાજકાળમાં કોઈ ગરબડ બની નથી. બા. શાહજહાંના રાજકાળમાં શાહજાદા ઔરંગઝેબે અમદાવાદમાં ગરબડ કરેલી, જે અંગે બાટ શાહજહાંએ યોગ્ય પ્રબંધ કર્યો હતો. (પ્રક. ૪૪ પૃ૦ ૧૦૦, ફ. નં. ૧૬)
બાહ ઔરંગઝેબે પં. પ્રતાપકુશળજીનું બહુમાન કર્યું હતું. (પ્રક. ૪૪, પૃ૦ ૧૦૪) બા. ઔરંગઝેબના રાજકાળમાં અજમેરના સૂબાઓએ ગરબડ કરી હતી. બા. ઔરંગઝેબે ભ૦ વિજયપ્રભસૂરિ, પં. ભીમવિજય ગણિને ફરમાન આપી જૈન ધર્મસ્થાન જેને પાછાં અપાવ્યાં હતાં.
(પ્રક. ૪૪, પૃ૦ ૧૦૪, ૧૦૫, પ્રવ ૫૮.) બાટ ઔરંગઝેબે ઉપર પ્રમાણે ભ૦ વિજયપ્રભસૂરિને ધર્મસ્થાનોની સ્વતંત્રતાનું ફરમાન આપ્યું હતું. તે બંને ફરમાનોની અસલ નકલ અમને મળી નથી.
ફરમાન દશમું અહિંસાનું ફરમાન (અનુવાદ)
અલ્લાહુ અકબર (તા. ૨૬ માહે ફરવરદીન સને ૫ ના કરાર મુજબ ફરમાનની નકલ)
તમામ રક્ષિત રાજ્યના મોટા હાકેમ, મોટા દિવાને, મહાન કામેના કારકુન, રાજકારભારના બંબસ્ત કરનારાઓ, જાગીરદારે, અને કડિયાઓએ જાણવું કે, દુનિયાને જીતવાના અભિપ્રાય સાથે અમારો ઈન્સાફી ઈરાદે પરમેશ્વરને રાજી કરવામાં રહેલું છે. અને અમારા અભિપ્રાયને પૂરે હેતુ તમામ દુનિયા કે જેને પરમેશ્વરે બનાવી છે, તેને ખુશ કરવા તરફ રજૂ થયેલ છે. (તેમાં) ખાસ કરીને પવિત્ર વિચારવાળાએ અને મોક્ષધર્મવાળા કે જેમનો હેતુ સત્યની શોધ અને પરમેશ્વરની પ્રાપ્તિ કરવાનું છે, તેમને રાજી કરવા તરફ અમે (વધારે) ધ્યાન દઈએ છીએ. તેથી આ વખતે વિવેકહર્ષ, પરમાનંદ, મહાનંદ અને ઉદયહર્ષ કે જેઓ તથા યતિ (તપાગચ્છના સાધુ) વિજયસેનસૂરિ, વિજયદેવસૂરિ અને નદિવિજયજી કે જેઓ ખુશફહમના ખિતાબવાળા છે, તેમના ચેલાઓ છે, તેઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org