________________
૧૪૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઝવેરી અરજ કરે છે કે, આલાદરજજાના બાદશાહના હુકમ મુજબ સજકુર શહેરમાં તેની માલકીની હવેલીઓ, દુકાનો, બીજી મિલકત તથા બાગ-બગીચા છે. આ ઉપરથી હુકમ કરવામાં આવે છે કે, જહાંપનાહ બાદશાહની કચેરીને એ ઝવેરી તથા ખેરખ્વાહ વેપારી છે, તેથી કઈ પણ માણસ એ હવેલીમાં જઈ ઉતારે કરે નહીં, એ મનાઈહુકમ કાઢવે. અને એ દુકાનનું ભાડું ઉઘરાવે તેમાં એને કેઈએ અડચણ કરવી નહીં, અને બાદશાહી ફરમાન મુજબ જે બાગ–બગીચા એને મળેલા છે, તે બાબતમાં કેઈએ કંઈ દખલ કરવી નહીં. વળી, વિશેષ હુકમ કરવામાં આવે છે કે, એ સૂબાના અમલદારોમાંથી કઈ પણ માણસે કઈ પણ રીતના કાયદાનું બહાનું કાઢી એની માલમિલકત લઈ લેવાનો પ્રયત્ન એના પ્રત્યે કે એના ફરજદે પ્રત્યે કર નહીં કે જેથી એ તથા એના ફરજદે નિશ્ચિતપણે પોતાના વતનમાં આબાદ થઈ “અમારી પાદશાહત હમેશાં ચાલુ રહે” એવી ખુદા પાસે અરજ કરતા રહે. અમારા આ હુકમથી વિરુદ્ધ યા ઊલટું કેઈએ વર્તવું નહીં.
લખ્યું તા. ૨ જી નૂરમાહ ઈલાહી સન ૮મે. ટીપ:- લેખની ઉપરના ભાગમાં મહાર-સિકકો શાહજહાં બાદશાહને
છે અને બીજે સિકકો દારા શિકોહન છે. (હીજરી સન ૧૦૪૫)
–અનુવાદક. નોંધ:- ફરમાનમાં ઇલાહી સન 2 આપે છે, તે જુલસી સન હો જોઈએ. આ રીતે ગણતાં સંભવ છે કે, બાદશાહ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને જુલસી સન ૮, ઈલાહી સન ૭૮ નુરમહિનો તા. ૨ જી, હી. સન ૧૦૪૫, ઈ. સ. ૧૬૩૫ અને વિ. સં. ૧૬૯૨માં આ ફરમાન આપ્યું હશે.
પરંતુ વિચારણીય પ્રશ્ન એ છે કે, તે સાલમાં ગુજરાતને સૂબો મહમદ દારાશિકેહ નહિ પણ શાહજાદ મહમ્મદ ઔરંગઝેબ આલમગીર હતો.
ફરમાન પંદરમું બાટ શાહજહાંનું જ્ઞાતિવ્યવહારની સ્વતંત્રતાનું ફરમાન
(સુચના:- આ ફરમાન પણ ગૂજરાત (પ્રાન્ત)ના હાકેમ તથા અમલદારેના ઉપર કાઢવામાં આવ્યું છે.
–અનુવાદક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org