________________
૩૯૮,
જેને પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આથી સ્પષ્ટ થાય છે કે, ઠ ફરુ છે. જૈન હતું.
૨. સ્થપરિકખા–ઠ, ફેરુએ સં. ૧૩૭૨ માં અલાઉદ્દીન ખિલજીના રાજ્યમાં દિલ્હીમાં રત્નપરીક્ષા ગા. ૧૨૭ ને ગ્રંથ રચ્યું. તેમાં અનુક્રમે રત્નનાં નામ ચવચવ, તેલ, માપ, મૂલ્ય રત્નનાં સ્થાને, હીરા, પવરાગ, મરકત, મેતી, ઇંદ્રનીલમણિ, વિદ્રુમ (પરવાલો), વૈદુર્ય, કર્કતગ, ગમેધ, સ્ફટિક, પુષ્પરાગ, ઉત્પત્તિ સ્થાને, પિત્તલ, તાંબુ, સીસુ, લેહસાર, કથીર, કાંસુ, પારદ, હીગળે, સિંદૂર, દક્ષિણાવર્તી શંખ રુદ્રાક્ષ, સ્થાપનાચાર્ય, શાલિગ્રામ, કપૂર, અગુરુ, ચંદન, કસ્તૂરી, કેસર, દશાંગ ધૂપ, વાસક્ષેપ, સિંધાલુણ, સંચળ, હીંગ અને ખાપરીઓ વગેરેનું વિગતવાર વર્ણન આપ્યું છે.
૩. ગણિતસાર-જેમાં તેણે એ સમયના વિવિધ નાણાં સિક્કા તોલ માપ વગેરેનું વિસ્તારથી વર્ણન આપ્યું છે.
(–જે. સ. પ્ર. વ૦ ૨૧. ક. ૨૪૩ થી ૨૪૫, મંત્રી મંડન માટે જૂઓઃ પ્રક. ૪પ, પૃ. પપ;
–મંત્રી સંગ્રામ માટે જૂઓ : પ્રક. ૪૫,) ૪. તેણે મુહુર્ત વિષયક એક જ્યોતિષ ગ્રંથ પણ બનાવ્યું હતું.
નેધ : સાક્ષર શ્રી રણજિતરામ વાવાભાઈ મહેતાએ જણાવ્યું છે કે, અલાઉદ્દીન ખિલજીના સરદારએ ગુજરાતના હિંદુરાજ્યને પાયમાલ કીધું, ત્યારપછી અંધાધૂધીમાં નાસભાગ કરતાં બ્રાહ્મણેએ “શાબ્દાવન ત્યજી દીધું ” પણ મંદિર, પ્રતિમા આદિની આશાતના થવા છતાં, જૈન સાધુએ પોતાના અભ્યાસમાં આસક્ત હતા, અને શારદાદેવીને અપૂજ ન થવા દીધી. આવા ધર્મપરાયણ અને વિદ્વાન સાધુઓની પાટે અમદાવાદની સતનત તૂટી,” ત્યારે, શ્રી હીરવિજયસૂરિ નામે સાધુ થયા હતા. આગ્રે જઈ ઈબાદતખાનામાં અકબર બાદશાહ અને અન્ય ધર્મીઓને તેમણે “જૈનધર્મને મહિમા” બતાવ્યું, આ ઈતિહાસ શું કહે છે? “ અગ્રગણ્ય નાગરિક જેનોનો સૂર્ય ગુજરાતના હિંદુસામ્રાજ્ય દરમ્યાન મધ્યાહ્નમાં હતો, અને શ્રી હેમચંદ્રસૂરિની માફક અમાસને દિવસે પ્રકાશેજજવલ પૂર્ણિમા આણવા સમર્થ હતો.” તેઓ (જૈને) મહિનાઓ સુધી દરિઓ ખેડી, લાંબી સફર કરી, દેશ-દેશાવરની લક્ષ્મી લાવી, ગુજરાતમાં ઢળતા, પિતાનાં વીરત્વ અને વફાદારીથી રાજા પ્રજા ઊભયને સંકટ અને સૌભાગ્યના સમયમાં મદદ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org