________________
૪૧૮
જૈન પરંપરાનો ઈતિહાસભાગ ૩જો [ પ્રકરણ આ સમપ્રભસૂરિ વગેરે ભીલડિયામાંથી નીકળી ગયા બાદ ત્યાં એકાએક ઉત્પાત મચ્ચે, ચારે તરફ આગે પિતાની તાંડવ લીલા શરૂ કરી. આગની પ્રચંડ જ્વાળાઓમાં આખું ભીલડિયા તારાજ થઈ ગયું, ત્યાં રહેલા જૈનાચાર્યો અને જનતા સૌ કોઈ આગને ભેગ બન્યા. જાનમાલની ભારે ખુવારી થઈ
તે પછી સં ૧૩૫૪ માં બાદશાહ અલ્લાઉદ્દીન ખિલજીના સેનાપતિ અલફખાને રહ્યા-સહ્યા ભીલડિયા નગરને ભાંગ્યું, અને લૂટયું. તે પછી જ અલફખાને ગુજરાતના પાટણ પર ચડાઈ કરી, અને કર્ણદેવ વાઘેલાને નસાડ્યો. (ચાલુ જૈન ઇતિહાસ ભાગ બીજો, પુરવણે પૃ૭૬૯, ૭૭૭,
પ્રક૪૪, પૃ. ૪૭, ૧૯૧). સૌ જનતાને આચાર્યશ્રીના આ દિવ્ય જ્ઞાન માટે આશ્ચર્યભર્યું માન થયું.
નેધ : આ૦ સેમપ્રભસૂરિએ સં. ૧૩૫૩ માં પ્રથમ કાર્તિક સુદિ ૧૪ ના રોજ માસી કરી, બીજે દિવસે વિહાર કર્યો. આ પ્રકારની જીત–વ્યવસ્થા જણાય છે, આથી આપણી પર્વ વિષયક માન્યતા વિશેની ઘણું ગૂંચે ઊકલી જાય છે. એ ગૂંચેનો ઉકેલ આ પ્રકારે છે
૧. સં. ૧૩૫ર ના આસો વદ ૦)) ના રોજ દિવાળી, અને સં. ૧૩૫૩ ના કાર્તિક શુદિ ૧ ના રોજ સૂર્યોદય કાળે નવું વર્ષ શરૂ થાય.
૨. પૂર્ણિમાન્ત કાર્તિક એટલે પ્રીતિવર્ધન મહિને સળંગ અખંડ બને. કાર્તિક શુદિ ૧ ના રોજ સૌ જુહાર કરી, પ્રીતિમાં વધારો કરે.
૩. ભ૦ મહાવીરના નિર્વાણવાળી રાત જતાં ગૌતમસ્વામીને કેવળજ્ઞાન થયાનો સમય જોડાય. આથી એ પણ તર્કસંગત બને છે કે, કાર્તિક સુદિ ૧ બે હોય ત્યારે પહેલી એકમે ગણધર ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન અને નવા વર્ષને આરંભ માન.
૪. ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણ બાદ બીજે દિવસે સવારે કાર્તિકશુદિ ૧ ના સુર્યોદયથી વીર નિર્વાણ સંવત શરૂ થાય.
૫. વિક્રમ સંવતનો પ્રારંભ ભ૦ મહાવીરસ્વામીના નિર્વાણના બીજે દિવસે થાય છે. તો સં ૧૩૫૩ના કાર્તિક સુદિ ૧ થી વિ. સં. ૧૩૫૩ શરૂ થાય.
૬. વિ. સં. ૧૩૫૩ માં બે કાર્તિક મહિનાઓ હતા. તે પૈકીને પહેલો કાર્તિક મહિને અધિક મહિનો હો, પણ તે કાલભાસન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org