________________
૩૮. જૈન પરંપરાને ઇતિહાસ--ભાગ ૩ [ પ્રકરણ ઓ સમયે ત્રિભવિયાશાખામાંથી (૧) ગૂંદીકર શાખા અને (૨) તાલવજી શાખા એમ બે ગાદી બની, જીરાવલા તીર્થને મોટા જિનપ્રાસાદની પાછલી દિવાલમાં આ પ્રકારે લેખ મળે છે.
संवत् १४८७ अर्ह नमः । गूंदीकर पीपलगछे त्रिभविया-श्री धर्मशेखरसूरि शिष्य वाचकदेवचंद्रः नित्यं प्रगमति मुद्राकलासहिता अहँ नमः। तालध्वजीय वा० सहजसुन्दरः नित्यं प्रणमति ।। (–આ. યતીન્દ્રસૂરિ સંગ્રહિત, જૈન પ્રતિમા લેખસંગ્રહ લેખ નં. ૩૧૬) સારંગદેવો ઘણા થયા છે. (–જૂઓ પ્રકટ કપ, પૃ. ૩૨૨) શેઠ હેમચંદ જૈન અને બીજા શેઠ હેમરાજે માટે જુએ
પ્રક૪૪, પૃ૦ ૩૧, ૩૨) સંઘપતિ નાથદેવ–તે સં૦ લલ્લદેવને પુત્ર હતે. જૈનધર્મના દરેક કામમાં તે આગેવાન હતે. (–ગુર્નાવલી લે. ૪૭૭) રાણકપુરતીથ– - મારવાડ અને મેવાડની વચ્ચે અરવલ્લીના પહાડે છે. વેપારીઓ આ પહાડમાં થઈ પાલીથી આઘાટ અને ચિત્તોડ વેપાર માટે જતા હતા. આ રીતે પહાડમાં થઈને જવાના ચાર-પાંચ માર્ગો છે, જે નાળી તરીકે ઓળખાય છે. વેપારીઓ પહાડમાં પ્રવેશ કરે તે પહેલાં અને પહાડ વટાવ્યા પછી શાંતિ લે એ માટે પહાડની બંને તરફ નાળના મેં ઉપર જેનેએ ગંભીર વિચાર કરી શાંતિધામે બનાવ્યાં છે, તીર્થ સ્થાપ્યાં છે. આ રીતે પહાડની પશ્ચિમે મારવાડમાં વસંતગઢ, અજારી, રાણકપુર, દેસૂરી, મૂછાળા મહાવીર હન્દુડી, લાલ (તા) મહાવીર, સેવાડી વગેરે જેન તીર્થો બનાવ્યાં છે.
જ્યારે પહાડની પૂર્વમાં એકલિંગજી, નાગદા, દેલવાડા, કેશરિયાજી વગેરે જૈન તીર્થ સ્થાન બનાવ્યાં છે. આ દરેક સ્થાનમાં રહેવાની ખાવાની, પાણીની અને દેરાસરની સંપૂર્ણ સગવડ-વ્યવસ્થા છે. મેટી ધર્મશાળાઓ છે.
મેવાડના રાણાએ સં. ૧૪૩૭માં મૂછાળા મહાવીર પાસે ઘણેરાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org