________________
૪૩૪ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ દ્વારે, તથા સાતે ક્ષેત્રમાં દાન વગેરે પુણ્યનાં કાર્યો અને જૈન શાસનની પ્રભાવના વગેરે થયાં હતાં. દીક્ષાઓ
તેમના ઉપદેશથી અમદાવાદના શેઠિયાઓમાં મેટા, બાદશાહના માનીતા, કર્ણાવતીના શેઠ ચાચના પુત્ર સં૦ ગુણરાજને નાનો ભાઈ આંબો, કે જે મેહમાં ડૂબેલું હતું, તેણે પત્ની-પુત્રાદિ પરિવાર અને ધન તજીને દીક્ષા લીધી. (પ્રક. ૪૫, પૃ. ૩૬૮, ૩૬૯) શેઠ શામજી, જે યુવાન અને રૂપાળે હતું, જેને અતિશય રાગવાળી રૂપાળી સ્ત્રી હતી, તેને તજીને તેણે દીક્ષા લીધી. તથા બીજા લગભગ ૭૦ (૨૦૪૩ =૭૦) જણાએ દીક્ષા લીધી, જેમાંના ઘણા મુનિવરે આજે વિદ્યમાન છે; જે ગુણપાત્ર, ઋદ્ધિપાત્ર અને જ્ઞાનના ભંડારસમા પદસ્થ છે.
આ જ્ઞાનસાગરસૂરિના ઉપદેશથી શેઠ મેઘજી, વિશળ, કેહણ, હેમજી, ભીમજી, નીંબે, કડુઓ વગેરે તપાગચ્છના જેનેએ મેવાડના દેલવાડામાં ૫૧ મા રાણા લાખાના રાજ્યમાં “ભગવાન ઋષભદેવને કૈલાસના પહાડ સમાન વિશાળ જિનપ્રાસાદ” બનાવી, પ્રતિષ્ઠા કરાવી.
(–પ્રક. ૪૪, પૃ. ૩૧, ૩૫) ભ દેવસુંદરસૂરિના ગુરુભાઈ તથા તેમના હાથે જ આચાર્ય બનેલા આ૦ ચંદ્રશેખરસૂરિ હતા. (પ્રક. ૪૮ પૃ૦૪ર૭) આ જ્ઞાનસાગરસૂરિ તેમના વિદ્યાશિષ્ય હતા. તેમણે મૂળ ચારસૂત્રોની “અર્થદીપિકાચૂર્ણિ રચી, તથા તેત્રો બનાવ્યાં, આચાર્ય દેવ અમેઘ ઉપદેશક હતા.
(–ગુર્નાવલીઃ ૦ ૩૩૬-૩૬૩) આ જ્ઞાનસાગરસૂરિએ પરણવણાસુર-અવસૂરિ, સં. ૧૪૩હ્માં એહણિજજુત્તિ—અવસૂરિ ગં. ૧૯૨, સં૦ ૧૪૪૦માં “આવસ્મયસુત્ત હારિભદ્રીયવૃત્તિ-અવસૂરિ ગં. ૯૦૦૫, સં. ૧૪૪૧માં ઉત્તર-ઝયણ સુત્ત-બૃહદુવૃત્તિ-અવસૂરિ ગ્રં૦ પર૫૦, ભરૂચમાં મુનિસુવ્રતસ્વામિસ્તવ, ઘોઘામાં ઘનૌઘ નવખંડ પાશ્વસ્તવન અને સંસ્કૃત સ્તંત્ર વગેરે રચ્યાં.
(૨) આ૦ કુલમંડનસૂરિ-તે ભ૦ દેવસુંદરસૂરિના શિષ્ય હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org