________________
૪૩૮
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ (પ્રક. ૪૫, પૃ. ૨૯૦, ૩૮૬) પં. શ્રુતસાગર, પં. દેવપ્રભ (દેવભદ્ર), પં. રત્નસુંદર, પં. સર્વ શેખર, પં. ક્ષેમંકર, સંવેગી પં. કમલચંદ્ર ગણિ, પં. જ્ઞાનકીતિ, પં. સાધુસુંદર, પં. અભયસુંદર મિશ્ર, પં. શીલકુશલ ગણિ, પં. આનંદવલ્લભ, પં. શાન્તમૂતિ, એકાંતપ્રેમી વનવાસી પં. સમશેખર, ગુરુઆજ્ઞા તત્પર પં. વિમલમૂતિ, પં. સર્વસાગર વગેરે ૮૪ પદવીધરે છે.
(૧) આ ગચ્છમાં ગુરુવિનય, ગણુભક્તિ, શુદ્ધજ્ઞાન-દર્શન અને ચારિત્રવાળાં સાધ્વી મહત્તર શ્રી ચારિત્રચૂલા, (૨) શામાં નિપુણ “બ્રાહ્મી” જેવાં કુશળ પ્રશંસનીય સાધવી મહત્તરા શ્રી ભુવનચૂલા વગેરે. તથા આઠ પ્રકારના પ્રભાવકે, મોટા વાદીઓ અને વિવિધ લબ્ધિધરો છે.
આ ગચ્છમાં અંગના પાઠી મહોજિનસુંદરગણ, પં. ઉદયરત્ન ગણિ, વગેરે ૧૧ અંગના પાઠી છે. આચાર્યો છે, ઉપાધ્યાય છે, મોટા વાદી છે, અને લબ્ધિધરે, સૌ પદવીરો અને મંત્રી હેમજી વગેરે શ્રાવકે ધર્મકથાની લબ્ધિવાળા, પં. સર્વવલ્લભગણિ વગેરે સાચા નિમિત્ત વેદી ગણુરક્ષામાં તત્પર છે, નાના-મોટા સૌ પ્રત્યે ભક્તિવાળા છે. પં. ગુણવન, પં૦ સાધુસાગર વગેરે બારે પ્રકારની તપસ્યામાં તત્પર છે. લેકેત્તર ગુણવાળ પં. સર્વ દેવ વગેરે બે બે માસના તેમજ વિવિધ જાતના તપ કરનારા તપસ્વીઓ અને ઉપસર્ગને સહન કરનાર મહાતપસ્વીએ પં. શાંતિચંકગણિરાજ “છ માસી તપ કરનારા તપસ્વી છે. - આ ગ૭માં ભારતના મોટા કવિએ બાણ, મુરારિ, અમર, કાલિદાસ, હર્ષ, ભેજ, ભારવિ તથા માઘને પણ ભૂલાવે તેવા કવીંદ્રો છે. આ ગચ્છમાં પ્રવચનક લબ્ધિધરે, વાદીશ્વરે, મંત્રવાદીઓ, યંત્રજ્ઞાતાઓ, વૈદ્યરાજે, સંઘના કાર્યમાં વિવિધ શક્તિ ધરનારા મોટા તપસ્વીઓ, રાજમાન્ય તેમજ પંડિતમાન્ય મુનિવરે છે.
આ ગચ્છમાં ગણધર સુધર્માસ્વામીની અખંડ શિષ્ય પરંપરા ' છે, શુદ્ધ ધર્મમર્યાદા છે, કોઈ પણ ઉપધાન પ્રતિક્રમણ અથવા જિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org