________________
બેંતાલીસમું ] આ વિદ્યાનંદસૂરિ, આ ધમ શેષસૂરિ ૪૦૭ આચાર્યશ્રીને કરી. મેગીએ મંત્રબળથી સાધુઓની પિશાળમાં ઉંદર મેકલ્યા, આચાર્યશ્રીએ એક ઘડાનું મેં કપડાથી ઢાંક્યું, અને જાપ શરૂ કર્યો. યોગી તે રાડ પાડતે ઉપાશ્રયમાં આવ્યો અને આચાર્યશ્રીને પગમાં પડ્યો. - સાધુઓ ગોધરાના ઉપાશ્રયમાં રાત રહે તે ઉપાશ્રયના દર વાજા-મંત્રજાપથી બંધ કરતા હતા. એકવાર સાધુઓ મંત્રજાપ કરે ભૂલી ગયા. એટલે શાકિનીઓ રાતે આવીને આચાર્યશ્રીની પાટ ઉઠાવી ગઈ. આચાર્યશ્રીએ તે શાકિનીઓને થંભાવી દીધી, શાકિનીઓ પાસેથી જ્યારે, “હવે પછી તમારા ગચ્છને હેરાન કરીશું નહીં” એવું વચન લીધું ત્યારે તેઓને છોડી દીધી.
બ્રહ્મમંડળમાં એક દિવસે આચાર્ય શ્રીને સાપ કરડ્યો, અને ઝેર ચડવા માંડ્યું, આ સંઘ ખૂબ ગભરાઈ ગયું. સૌ ઉપાય શોધવા લાગ્યા. આચાર્યશ્રીએ સંઘને સાત્વન આપતાં જણાવ્યું કે “સવારે નગરના પૂર્વ દિશાના દરવાજે કઠિયારો લાકડાની ભારી લાવશે, તેમાંથી વિષહરિણી વેલ મળી આવશે, તેને સૂંઠ વગેરે સાથે ઘસી, ડંખ ઉપર લગાવજે,” સંઘે તે પ્રમાણે કરવાથી આચાર્યશ્રીને આરામ થયે. આચાર્યશ્રીએ ત્યારથી જિંદગી પર્ચત છ વિગઈને ત્યાગ કર્યો. આચાર્યશ્રી હમેશાં માત્ર જારનો આહાર લેતા હતા. કાવ્યકળા—
એક દિવસે એક મંત્રીએ આઠ યમકવાળું કાવ્ય બેલીને આચાર્યશ્રીને જણાવ્યું કે, “હવે આવાં કાવ્ય કરનાર કોઈ રહ્યો નથી. આચાર્યશ્રીએ જણાવ્યું. “કેઈ નથી” એમ બોલવું ઠીક નથી; મંત્રીએ કહ્યું “એ કઈ કવિ હોય તે બતાવે.” આથી આચાર્ય શ્રીએ એક જ રાતમાં આઠ ચમકવાળી “જય વૃષભ”પદથી શરૂ થતી સ્તુતિઓ બનાવી, ભીંત ઉપર લખી દીધી, મંત્રી તે આ કાવ્યો વાંચીને ચકિત થઈ ગયે, અને આચાર્યશ્રીના ઉપદેશથી પ્રતિબંધ પામે.
આચાર્યશ્રીએ સં. ૧૩૩૨માં પિતાના શિષ્ય સેમપ્રભને આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org