________________
૪૦૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ આ અરસામાં આ૮ દેવેન્દ્રસૂરિ વગેરે વીજાપુર પધાર્યા. તેમના ઉપદેશમાં સંસારની અસારતા, ધર્મની વફાદારી. અને વિરાગ્યને અખલિત પ્રવાહ વહેતે હતો. વીરધવલને ગુરુદેવના ઉપદેશની અસર થઈ. તેણે વિવાહને વિચાર માંડી વાળી, દીક્ષા લેવાને નિર્ણય કર્યો. નાને ભાઈ ભીમદેવ પણ પિતાના ભાઈની સાથે દીક્ષા લેવા તૈયાર થયે. બંને ભાઈઓને દીક્ષાને વરઘેડે ચડયે. આ દેવેન્દ્રસૂરિએ સં૧૩૦૨માં વીજાપુરમાં તેજ વિવાહમંડ૫માં વરધવલ અને ભીમદેવને દીક્ષા આપી અને તેઓનાં નામ ૧ મુનિ શ્રી વિદ્યાનંદ અને ૨ મુનિ શ્રી ધર્મકીતિ રાખ્યાં. (પ્રક. ૩૮, પૃ. ૩૧)
આ૦ વિદ્યાનંદસૂરિને આચાર્યપદવી આપવાની સાલવારીમાં વિસંવાદ છે. કેઈ ઉલ્લેખમાં સં. ૧૩૦૪માં અને કેઈ ઉલ્લેખમાં સં. ૧૩૨૭માં આચાર્ય પદવી બતાવી છે. જે કે માત્ર બે વર્ષના દીક્ષા પર્યાયમાં આપવી શકય નથી, છતાંય ગુરુદેવને “પિતાના મૃત્યુ સમયનું જ્ઞાન થયું હોય, અગર શિષ્ય સર્વરીતે આચાર્ય પદવીને
ગ્ય લાગે તે ગુરુએ તેવા નવદીક્ષિતેને પણ આચાર્ય પદવી આપી ગચ્છનાયક બનાવતા, અને સંઘ તેમને બહુમાનથી વધાવતે જ્યારે
અહીં ગંભીરતાથી વિચાર કરીએ તો જણાશે કે આ દેવેન્દ્રસૂરિએ સં. ૧૩૦૪માં પાલનપુરમાં મુનિ વિદ્યાનંદ અને મુનિ ધમકીતિને પચાસપદ આપ્યું. આ અવસરે પણ ત્યાં કેસરની વૃષ્ટિ થઈ હતી.
(–પ્રક. ૪૫, પૃ. ૨૮૦, ૨૮૨) જેમાં સાધારણ રીતે એ નિયમ છે કે, જન ગૃહસ્થ ગ્ય મુમુક્ષુ મનુષ્યને પિતાના તરફથી ઉત્સવ કરી, દીક્ષા કે પદવી વગેરે અપાવે તો તે જૈન એ મુનિને પિતાના માની લેતે અને તેમને દરેક પ્રકારની પદવીઓ અપાવવા ઉત્સાહિત રહેતે, સંભવ છે કે, પાલનપુર સંઘે આ રૂઢી પ્રમાણે” મુનિ વિદ્યાનંદ અને મુનિ ધમકીર્તિને આચાર્ય વગેરે પદવીઓ અપાવી હોય, ત્યારે પાલનપુરના સંઘને તેને લાભ મળે. એ આગ્રહ કર્યો હશે.”
૧. આ૦ હેમવિમલસૂરિએ આ સૌભાગ્યસૂરિને દીક્ષા આપી, તે જ સાલમાં આચાર્ય–ગચ્છનાયક બનાવ્યા હતા. (–પ્રક. ૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org