________________
જૈન પરંપરાને તિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
ભ॰ મહાવીર સ્વામીની શ્રમણ પરંપરાના સયોગવશ ક્રમશઃ નિગ્રંથ, કેાટિક, ચંદ્ર, વનવાસી, વડગચ્છ અને તપગચ્છ વગેરે નામેા પડયાં હતાં.
૪૦૦
તપગચ્છ એ વાસ્તવમાં ભ. મહાવીરસ્વામીની શિષ્ય પરંપરાના ગચ્છ છે, જે તપસ્યાના કારણે તપાગચ્છ તરીકે વિખ્યાત થયા હતા. તપગચ્છના ભાવિ અભ્યુદય સૂચવનારાં વિવિધ દેવીવચન મળ્યાં હતાં. તે આ પ્રમાણે હતાં.—
(૧) ખંભાતની વડીપેાષાળમાં આ॰ વિજયચંદ્રસૂરિના શિષ્ય પિરવાર હતા. ખંભાતની લઘુ પાષાળમાં આ દેવેન્દ્રસૂરિને શિષ્ય પરિવાર હતા. તે વખતે શાસનદેવીએ સંગ્રામ સેાનીના પૂર્વજને જણાવ્યું કે—“મહાનુભાવ! આ દેવેન્દ્રસૂરિ યુગેાત્તમ ગુરુ છે. તેના મુનિપરિવાર ભવિષ્યમાં વિસ્તાર પામશે અને યુગ પર્યંત ખની રહેશે, તે! તું તેમની ઉપાસના કર. (–પ્રક૦ ૪૪, પૃ૦ ૨૮૧, ૩૩૨)
(૨) દેવી પદ્માવતીએ વિક્રમની ચૌદમી શતાબ્દીમાં ખરતરગચ્છના યુગપ્રધાન આ. જિનપ્રભસૂરિને જણાવ્યું હતું કે, ‘દિન પ્રતિનિ તપાગચ્છ ઉદય પામશે તે તમે તમારાં તેાત્રે તપાગચ્છના વિદ્યમાન આ॰ સે।મતિલકસૂરિને આપો.
(આ॰ જિનપ્રભસૂરિના સિદ્ધાંત સ્તવનની ૫૦ આદિશુપ્ત ગ॰ કૃત અવસૂરિ; પ્રક૦ ૪૦, પૃ૦ ૪૬૮ ૫૦ ૪૭) (૩) યક્ષ મણિભદ્ર મહાવીરે આ. વિજયદાનસૂરીશ્વરને સ્વપ્નમાં જણાવ્યું હતું. કે ‘હું તમારા ગચ્છનું કુશળ કરીશ, પણ તમે તમારી પાટ ઉપર વિજયશાખા ” સ્થાપશે,
<<
(--૫. ખુશાલવિજયણની ભાષા પટ્ટાવલી સ. ૧૮૮૯, જેઠ વ. ૧૩ શુક્રવાર, સિરાહી; પ્રક૦ ૫૭, પૃ૦ ૮)
ઉપર જૂદાં જૂદાં દેવીવચના આપ્યાં છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તે જણાશે કે, આ ભવિષ્યવાણી આજ સુધી નિરપવાદ રીતે સાચી પડી છે. પ્રસ્તુત પ્રકરણમાં આપણે આ દેવીવચનેાની સદા સફળતા ઇચ્છીએ ” એવી શુભ મન:કામના છે.
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org