________________
૩૯૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ યાત્રાઓ કરી, ગિરનાર તીર્થમાં ભ૦ નેમિનાથનાં ત્રણ કલ્યાણકેના સ્થાને “વિશાળભદ્ર નામે જિનપ્રાસાદ” બનાવ્યું. તેણે સં. ૧૫૦૮ માં દુકાળ હેવાથી અનાજને કણ પણ મળતું ન હતું, ત્યારે દાનશાળાઓ સ્થાપન કરી સૌને બચાવી લીધા, અને તેથી તે “કૃપાસાગર” કહેવાતે, બાદશાહ મહમ્મદે માટે ઉત્સવ કરી તેને વછેરક'નું બિરુદ આપ્યું. (–પ્રક૪૪, પૃ૦ ૨૦૯)
શેઠ હેમરંગ તેને નાના ભાઈ હતો. તે પિતાના પરિવાર સાથે અમદાવાદ આવીને વસ્યા. તેની પત્નીનું નામ દેવશ્રી હતું, જે ચંદ્રમુખી અને લજજાળુ હતી. અને દેવશ્રીની જેમ શ્રીના કારણરૂપ હતી. શેઠ હેમરંગ પુણ્યશાળી હતા, તે દેવગુરુની ભક્તિમાં સદા પ્રયત્નશીલ રહેતો.
૫. અમરદત્ત–તે માટે દાની હતે. તે “જગત જીવજીવાક તરીકે પ્રસિદ્ધ હતું. તેને રમાઈ નામે પત્ની હતી. સં. ૧૫૩૯૮
( –મહાનિશીથ સૂત્ર-પ્રશસ્તિ ) 8. ફેરુ (ફેર)
અલ્લાઉદ્દીન બાદશાહે (સને ૧૨૯૮ થી ૧૩૩૭) ભારતમાં હિંદુ તીર્થો, જૈન તીર્થો, મંદિર તથા પ્રતિમાઓને વિનાશ કર્યો કરાવ્યું હતું, એ સમયના જૈનાચાર્યો પિતાના માનપાનમાં નહીં રાચતાં જૈન શાસનને પૂરા વફાદાર હતા, બધી રીતે સાવધાન પણ રહેતા. તેઓએ તકેદારી રાખી, સર્વતો મુખી પ્રયત્નો કરી, તરતમાં તીર્થો અને જિનપ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું, નવાં મંદિરે અને નવી સેંકડે જિનપ્રતિમાઓ ભરાવી, થયેલી છેટને પૂરી કરી દીધી. જૈન વિદ્વાનોએ પણ અગમચેતી વાપરી, “જિનપ્રતિમાઓ અને જિનપ્રાસાદે જલદી કરાવી શકાય, એ માટે તે વિષયના સાધારણ નિયમવાળા ગ્રંથો પણ બનાવ્યા, આવા વિદ્વાનોમાં ઠ. ફેર, કવિ મંડન, મંત્રી સંગ્રામ સેની (ભંડારી) વગેરે નામે નોંધપાત્ર છે.
(–પ્રક. ૪૫, પૃ૩૩૫) તે પૈકી ઠ. ફેને પરિચય આ પ્રકારે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org