________________
પિસ્તાલીસમું ] આ. શ્રી દેવેન્દ્રસૂરિ
૩૧૫ તેણે અહીં સં૦ ૧૩૩૦ લગભગમાં ૧૮ લાખ ખરચીને તેર દેરીઓવાળે જિનપ્રાસાદ બંધાવ્યું. અને જુદા જુદા સ્થાનમાં બીજા ૮૪ જિનમંદિર બંધાવ્યાં. અને તેમાં આ૦ સોમપ્રભસૂરિના હાથે જિનપ્રતિષ્ઠા કરાવી, જેની યાદી આ મતિલકસૂરિએ રચેલા તેત્રમાં અને આ૦ મુનિસુંદરસૂરિએ રચેલી ગુર્નાવલીમાં મળે છે.
(–પ્રક. ૪૭) ઓંકારનગર, દેવગિરિ સ્થાનેમાં બ્રાહ્મણનું ભારે જોર હતું. તેઓ ત્યાં જૈન દેરાસર બંધાવવાને ભારે વિરોધ કરતા હતા, તેથી મંત્રી પેથડે તેઓને ખુશ કરી, ત્યાં પણ જૈન દેરાસર દેવગિરિના રાજા વીરમદેવના પ્રધાન હેમરાજના નામની ત્રણ વર્ષો સુધી દાનશાળા કારનગરમાં સ્થાપીને તેને ખુશ કર્યો. અને તેની મારફત રાજાની પરવાનગી મેળવીને દેવગિરિમાં પેથડવિહાર નામે દેરાસર બંધાવ્યું. તેણે ૩૬ હજાર સોનામહોર ખરચીને મેટા ગ્રંથભંડારોની સ્થાપના કરી હતી. મંત્રી પેથડે ૭૦૦ ઉપાશ્રયે બંધાવ્યા હતા. ચમત્કાર–
ખંભાતના સંઘપતિ ભીમાશાહે સત્પાત્રદાનને લાભ લેવા ભારતના ચતુર્થવ્રતધારીઓને, એક રેશમી સાડી, અને પાંચ પાંચ હીરાગર એમ છ વસ્ત્રો મેકલાવ્યાં. એ કપડાં કુલ ૭૦૦ સ્થાનમાં પહોંચાડ્યાં હતાં. તેમાંની એક જોડી મંત્રી પેથડને પણ સાધર્મિક જાણીને મોકલી હતી. મંત્રીએ તે લઈને રાખી મૂકી, તેને પમિણી એટલે પ્રથમિણ નામે પત્ની હતી. મંત્રી પેથડે તેને સમજાવી, ૩૨ વર્ષની ભરયુવાનીમાં સજોડે ચતુર્થવ્રત સ્વીકારી, એ કપડાંની જોડી પહેરી. અને પ્રભુની પૂજા કરી.
બ્રહ્મચર્યના પ્રતાપે તેની આંતરિક શક્તિઓમાં ઘણે વિકાસ થશે. એક વાર રાજાની રાણું લીલાવતીને કાલવર ચડ્યો હતો, તે પેથડશાહનું આ કપડું પહેરવાથી ઊતરી ગયે. રાજાને “રણુરંગ નામે પટ્ટહસ્તી” ગાંડો થયો ત્યારે તે પણ મંત્રીનું આ કપડું ઓઢવાથી ડાહ્યો થયે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org