________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૪૭ ૧૦. મેઘજી તે નામે પુત્ર હતો. મેઘજીને “મયગલ્લ” નામે પત્ની હતી. સં. વજિયા-રાજિયાનાં ધર્મકાર્યો –
આ પારેખકુટુંબ જગદ્ગુરુ આ. વિજયહીરસૂરિ, આ૦ વિજયસેનસૂરિ, આ. વિજયતિલકસૂરિ અને આ. વિજયાનંદસૂરિનું ઉપાસક હતું. ધર્મપ્રેમી હતું. વજિયા-રાજિયા બંને ભાઈઓ ગંધારના વતની હતા. તે ખંભાત જઈ વસ્યા. ત્યાં તેઓને વેપારમાં ઘણું ધન મળ્યું, ત્યાં તેઓએ ઘણું દાન કર્યું. તેઓએ ગાવામાં દુકાન કરી, ત્યાં તેઓને મેટો વેપાર ચાલ્ય. તેઓ ગંધાર, ખંભાત અને ગાવામાં રહેતા હતા. બાદશાહ અકબર, ખંભાતને નવાબ, અને ગોવાને મલેક ફિરંગી પરત કાલય શાહ બંને ભાઈઓને બહુમાન આપતા. તે સૌએ તેઓના યાત્રા સંઘના કરે માફ કર્યા હતા. તેઓ આબૂ , રાણકપુર, ગેડી પાર્શ્વનાથ, વગેરે તીર્થોને છરી પાળતા યાત્રા સંઘ કાઢી સંઘપતિ બન્યા હતા. ખંભાત સરકારે તેમની વિનંતિથી દીવબેટ પાસેના ઘેઘલા ગામની હિંસા બંધ કરાવી હતી.
જિનપ્રતિષ્ઠાએ –તેઓ ખંભાતમાં હતા, ત્યારે તેઓએ આ૦ વિજયસેનસૂરિને ખંભાતમાં પધરાવી, વિ. સં. ૧૬૪પના જેઠ સુદિ ૧૨ ને સોમવારે સાગરવટપાડામાં ચિંતામણિના મંદિરમાં તેમના વરદહસ્તે મોટી જિનપ્રતિષ્ઠા કરાવી. (૧) તેમાં ખંભાતમાં– ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ, ૨) ખંભાતમાં–ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદ, (૩) ખંભાતથી ૧ કેશ દૂર નેજા ગામમાં ભ૦ કષભદેવને જિનપ્રાસાદ, (૪) ગધારમાં નવપલ્લવિયા પાર્શ્વનાથને જિનપ્રાસાદ, અને (૫) કાવીના સર્વ જિનપ્રાસાદ માટે ભ૦ મહાવીરસ્વામીની જિનપ્રતિમા, (૬) વરડેલામાં “કરેડા પાર્શ્વ. નાથને જિનપ્રાસાદ” તથા (૭) વરડેલામાં ગામના જિનાલય માટે * દીવ, દમણ, ગોવા, પીરમબેટ, અને ઘોઘા માટે (જૂઓ પ્રક. ૩૮,
પૃ૦ ૪૧૪, ૭૭૦, પ્રક. ૪૪, પૃ. ૨૧૫, ૨૩૦ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org