________________
'૩૮૩
પિસ્તાલીસમું ]
આઇ શ્રી દેવેન્દ્રસૂરિ વરના કાંઠે પડાવ નાખે. તેણે તરત જ જાલેર પર હલે કર્યો. તેણે ટંકશાળ વગેરે તેડી નાખ્યાં, અને તે છ મહિને દંડ લઈ ગુજરાત પાડે ગયે.
આમ હોવા છતાં રાજા ઉદયસિંહ નાગડ માટે “નાગડે ઝાગડે” શબ્દને જ ઉપગ કરતો હતો. એ વિશે તેના કાને વાત આવી, એટલે મંત્રી નાગડ મેટું સન્મ લઈ ફરીવાર જાલેર ઉપર ચડી આવ્યું. તેણે “વાઘરા” સ્થાને સિન્યને પડાવ નાખ્યો. રાજા ઉદયસિંહ તે આ મોટું લશ્કર જોઈ ગભરાઈ ગયે. તેણે મંત્રી યશવીરને આજ્ઞા કરી કે “નાગને જે જોઈએ. તે આપ, ને પાછો રવાના કર. જીવતા રહીશું તે સારા વાનાં થશે.
મંત્રી યશવીર બપોરના સમયે તેની છાવણી તરફ ચાલ્યો. ત્યારે ખીજડાના ઝાડ ઉપર ચડીને બેઠેલા એક ચારણે મંત્રી યશવીરની મશ્કરી કરી. મંત્રીએ તે તરફ લક્ષ આપ્યું નહીં. તે તે સીધા મંત્રી નાગડ પાસે ગયો અને કહ્યું કે, “અમે લડવા તૈયાર છીએ માટે જલદી સામે આવે.”
મંત્રી નાગડ મંત્રી યશવીરનું બહાદુરીભર્યું “આમંત્રણ” સાંભળી, વિચારમાં પડ્યો. અને તેની હિંમત માટે આ કોણ છે? તે વિશે વિચાર કરવા લાગ્યું. મંત્રી યશવીર તે ઉપર મુજબ કહીને પડાવથી ચાલ્યો જાતે જ હતું. ત્યારે નાગડે પૂછતાછ કરતાં જાણ્યું કે, “આ તે તે જ મંત્રી યશવીર છે, જેણે મારા ઉપર ઉપકાર કર્યો હતે.” નાગડને તેના પ્રત્યે માન ઊપજયું અને તેણે યશવીરને પાછો બેલવવા માણસે મોકલ્યા.
માનવતા મંત્રી નાગ મંત્રી યશવીરને જણાવ્યું કે, તું મને ઓળખે છે? જેને તેં અમુક દિવસે તારી ધારાગિરિ વાડીમાં કરે ખવડાવ્યા હતા, તે જ હું નાગડ આજે ગુજરાતને મહામાત્ય છું.
તેં કરેલે ઉપકાર હું હજી ભૂલ્યા નથી. હું તારા માનમાં યુદ્ધ કરવાનું બંધ રાખું છું. તારા રાજાને કહેજે કે હવેથી તે જેમ તેમ બેલે નહીં. હું આજે જ ગુજરાત તરફ પ્રયાણ કરું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org