________________
३४
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૪૯ શિલ્પી શ્રીધરે ઉત્કીર્ણ કરી હતી.
(ઇતિ–પ્રક. ૫૬ ખંભાત-ચિંતામણિપાર્શ્વનાથ પ્રાસાદ) ગંધાર તીર્થ–
તેઓએ વિસં. ૧૬૪૫ જે. સુલ ૧રને સવારે ખંભાતના સાગરવટપાડાના “ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથને જિનપ્રાસાદ” વગેરેની પ્રતિષ્ઠા તથા વિવિધ જિનપ્રતિમાઓની અંજનશલાકા ભ૦ વિજયસેનસૂરિના વરદ હાથે કરાવી. તેમાં ગંધાર માટે “નવ પલવિયા પાર્શ્વનાથની પ્રતિમાની” અંજનશલાકા કરાવી હતી. પછી તેઓએ ભવ્ય વિજયસેનસૂરિને ગંધાર લઈ જઈ તેમના વરદ હસ્તે ત્યાં પિતે બનાવેલા નવા જિનપ્રાસાદની તથા નવપલ્લવિયા પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. અને તેમનું સં. ૧૬૪૫નું ચોમાસું ગધારમાં કરાવ્યું. ત્યારથી ગંધાર જૈનતીર્થ ખ્યાતિ પામ્યું છે.
તે પછી આ વિજયસેનસૂરિએ ઈલાહી સંવત ૪૮ સં. ૧૬૫૯ (અથવા સં૦ ૧૬૬૨)ને વૈશાખ વદિ ને ગુરુવારે ગંધારમાં અમીઝરા પાર્શ્વનાથ જિનપ્રતિમા તથા બીજી જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. (–પ્રક૫૯, ગંધાર તીર્થ, વિજયસેનસૂરિ
અમારે જેન તીર્થોને ઈતિ, પૃ. ૨૨) દુકાવી– - સં. ૧૯૬૧માં ગુજરાતમાં ભયંકર દુકાળ હતું. ત્યારે શેઠ વજિયા-રાજિયાએ ચાર હજાર મણ અનાજ આપી, ઘણું કુટુંબને મોતમાંથી બચાવ્યાં હતાં. તેમણે ઘણા કેદીઓને છોડાવ્યા હતા. અને ઘણુ જીવેને જીવિતદાન અપાવ્યું હતું. ગચ્છભેદ–
આ. વિજયસેનસૂરિના સ્વર્ગગમન પછી તપાગચ્છમાં (૧) વિજયદેવસૂરિસંઘ અને (૨) વિજયાનંદસૂરિસંઘ એમ બે શાખાઓ બની હતી.
૧. ગંધારતીર્થ માટે જુઓ પ્રક. ૫૯, - કાવતીર્થ માટે જૂઓ પ્રક. ૪૫, પૃ. ૨૮૬, તથા પ્રક. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org