________________
૩૫૦
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ શેઠ પૂર્ણદેવ પિોરવાડને વશ
(૧) શેઠ પૂર્ણદેવ-તે પિોરવાડ જૈન હતું. તેનું બીજું નામ પૂર્ણસિંહ પણ મળે છે. તેને ૧ સલક્ષણ ૨ વરદેવ અને ૩ જિનદેવ, એમ ત્રણ પુત્રો હતા. જિનદેવે દીક્ષા લીધી. તે ૪૪મા આ૦ જગચંદ્રસૂરિ થયા.
(૨) વરદેવ–તેને “વહાલબાઈ” પત્ની હતી તથા (૧) સાઢલ, (૨) સિંહ અને (૩) વજસિંહ નામે ત્રણ પુત્રો તથા સહજૂ નામે પુત્રી હતી.
3) સાઢલ–તેને રાણ” નામે પત્ની હતી. તથા (૧) ધીણુક (૨) ક્ષેમસિંહ (૩) ભીમસિંહ (૪) દેવસિંહ અને (૫) મહણસિંહ એમ પાંચ પુત્રો હતા.
તેમાંના ક્ષેમસિંહ અને દેવસિંહ વૈરાગ્યવૃત્તિવાળા હતા. તે પૈકીના ક્ષેમસિંહે પોતે મેટા છતાં પણ નાના દેવસિંહની દીક્ષા બાદ દીક્ષા લીધી. અને તે આ૦ જગચંદ્રસૂરિના શિષ્ય આ૦ વિજયચંદ્રસૂરિના શિષ્ય આ ક્ષેમકીર્તિસૂરિ તરીકે પ્રસિદ્ધ થયા. (પ્રક. ૪૪, પૃ. ૧૩)
૧. શેઠ પૂર્ણદેવ પિરવાડ-તેના પૂર્વજોનો પરિચય મળતો નથી. “પિરવાડ પરિચયમાં લખ્યું છે કે
વિ. સં. ૯૯૪માં શ્રીમાલનગરમાં રાજાને મંત્રી જસવીર પોરવાડ હતો. તે આ૦ નેમિસૂરિના ઉપદેશથી જૈન બન્યો. તેને ૫૦ સ્ત્રીઓ હતી. તેણે એકવાર “ધુમાડા બંધ” ગામ જમણ આપ્યું. ત્યારે તેણે “છાશમાં ૭૨ મણ જીરૂં” નાખ્યું હતું. આ ઉપરથી જયણની બીજી વસ્તુઓનાં ભાપને ખ્યાલ આવશે.
તેના વંશજે એક પછી એક “રાજાના પ્રધાન” બન્યા હતા. તેના વંશમાં પૂરણુદેવ પરવાડ થયે. તે કહેતો હતો. ( કામદાર બન્યા હતા.) શેઠ પૂરણદેવ વિ. સં. ૧૧૪૨માં ભીલડી નગરમાં જઈ વસ્યા. ત્યાર પછી તે કાપરે ગામ ગયો. અને ત્યાંથી તે “ઝાખેલ ગામ” આવી વ .
" (–વહીવંચાની વહીના આધારે) નોંધ:–આ. વિજય વલ્લભસૂરિના પ્રશિષ્ય પંચ પ્રકાશવિજય ગણિ ઝાખેલ ગામના છે. તેમની હાથ નોંધપોથીના આધારે આ લખાણું કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org