________________
૩૭૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ચિત્તોડમાં તે જિનપ્રાસાદની તથા” ભગવાન મહાવીર સ્વામી વગેરે જિનપ્રતિમાઓની તપાગચ્છના ૫હ્મા આ૦ સેમસુંદરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, અને તેમાં બીજી ૪ દેરી બનાવી તેની પણ તેમના જ હાથે પ્રતિષ્ઠા કરાવી. (સં. ૧૫૨૪૫૦ પ્રતિષ્ઠામાણિકૃત “સમસૌભાગ્યમહાકાવ્ય”) જૈન ઇતિહાસ પ્રક. ૩૪, પૃ. ૫૮૯ ૬૦૪, પ્રક. ૩૨, પૃ૦ ૫૦૬, પ્રક. ૩૫, પૃ. ૧૭, પ્રક. ૪૪, પૃ. ૩૪, પ્રક. ૫૦ આ૦ સેમસુંદરસૂરિ) બીજે મંત્રી ગુણરાજ –
તે કેશવ પિરવાડ અને તેની ભાર્યા દેમતીને પુત્ર હતા. તેને રૂપણ” નામે ભાર્યા હતી. તથા પાસવીર નામે પુત્ર હતા. તેણે પિતાના પરિવારને સાથે રાખી સં. ૧૫૧૪ મહા સુદિ રને સેમવારે તપાગચ્છની વૃદ્ધ પિષાળના ૫૮મા ભય જ્ઞાનકલશસૂરિના ઉપાટ ચરણકીર્તિના શિષ્ય પં. વિજયસમુદ્રગુણિને કલ્પસૂત્ર વહોરાવ્યું હતું. ( શ્રી પ્રશિસ્ત સંગ્રહ બા. રજે, પ્રશ૦ નં. ૭૫ પ્રક. ૪૪ પૃ. ૨૫, ૩૪) સરહડિયા સંઃ માંડણ પિરવાડનેવંશ–
૧ માંડણ તે સરહડિયા ગોત્રને પિરવાડ જેન હતા, તેનું બીજું નામ સાંગણ પણ મળે છે તે નાદિયાગામમાં રહેતો હતો, સંપન્ન, ધર્મપ્રેમી શ્રાવક હતો. તેને (૧) કુરપાલ અને (૨) નીંબે એમ બે પુત્ર હતા. - ૨-૦ કુરપાલ સં૦ નીબો-તે નાદિયામાં રહેતા હતા. બંને ભાઈઓ ધર્મપ્રેમી હતા. તેઓએ સં૦ ૧૪૬૫ના ફાગણ સુદિ. ૧ના રોજ પાંડવાડામાં મેટા જિનપ્રાસાદને “જીર્ણોદ્ધાર કરાવ્યું. તેઓ સંઘપતિ પણ બન્યા.
સં૦ કુરપાલને “કામલદે” નામે પત્ની હતી. તેનું બીજું નામ “કપૂરદેવી” પણ હતું. અને તેને ૧ સમરથમલ, ૨ સં૦ રને, અને ૩ સં. ધરણ (ધન્નો) એમ ત્રણ પુત્રો હતા. સં. સમરથને વધુ પરિચય મળતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org