________________
૩૫ર જૈન પરંપરાને ઈતિહાસ–ભાગ ૩ [ પ્રકરણ અધુરું જિનાલય રહ્યું, તેમાં બહારના જેનેએ સં. ૧૭૨૧ની જિનપ્રતિમાઓ લાવી બેસાડી હતી. તેમાંની આજે ત્યાં જ જિનપ્રતિમા વિરાજમાન છે. સાથસણમાં પ્રાચીન વિશાલ જિનપ્રાસાદ છે. તેને શિખર છે. ચારે બાજુ કિલ્લો છે. ડાબી ચાકીના થાંભલાના ઉપલા પાટડા ઉપર લેખ છે કે-શ્રાવક દેલ્હણે વિ. સં. ૧૨૪૪માં અહીં ભ૦ પાર્શ્વનાથની દેરી બનાવી વિગેરે.
અહીંને વહીવટ સં. ૧૯૨૨થી મઢાર પાંથાવાડું વગેરે પાંચ ગામના જેને કરે છે. (વિ. સં. ૧૯૮૭ ૦ ૦ ૧૦
તા. ૧૨-૪-૧Ö૧ રવિવારનું સાપ્તાહિક
જેન પત્ર વ૦ ૧૯ અંક ૧૪ પૃ૦ ૨૬૧) ૧૦, શેઠ મેઘજી પારેખ –તે વાજિયા પારેખને પુત્ર હતો. તેને મયગ@દેવી નામે પત્ની હતી.
નોંધ:-વજીરપુરના ધર્માત્મા આશકરણ પારેખના આગ્રહથી તપાગચ્છીય (૧૨) ભ૦ વિજ્યપ્રભસૂરિ, (૬૩) પ૦ ગંગવિજય શિષ્ય (૬૪) પં. મેઘવિયે તવન ચોવીશી બનાવી.
(–પ્રક. ૬૧, ૧રમી પરંપરા ) નેધ:-સંભવ છે કે દેધર શ્રીમાલીના વંશજો વાસ્તવમાં તપાગચ્છની વૃદ્ધપોવાળના શ્રાવકે હોય. પછી લઘુપાષાળમાં પછી વિજ્યાનંદસૂરિ શાખામાં અને પછી ફરીવાર વિજયદેવસૂરિ ગ૭માં ભલ્યા હોય !
નોંધ:- મંત્રી આભૂ સેનગરા શ્રીમાલીને વંશ પ્રક. ૪૫ પૃ. ૩૨૩ થી ૩૨૫ માં આવી ગયું છે. આભૂ પોરવાડને વંશ
૧. ચંદ્રસિંહ–તે પિરવાડ હતું. પાટણ પાસે સંડેર ગામનો વતની હતે.
૨. સુમતિ શાહ
૩. આભૂ-તે સંડેરનો વતની અને પિરવાડ જ્ઞાતિને હતો. આબરૂવાળો, ધનવાન, જમીનદાર અને બુદ્ધિશાળી હતે.
૪. આસડ
૫. મેથ–તેનાં બીજાં નામ મોખ અને મોક્ષ પણ મળે છે. તે નમ્ર અને નીતિવાળે હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org