________________
૩૫૩
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ . ૩૫૩
૬. વર્ધમાન–તેને સીતા નામે પત્ની હતી, તે સ્વજનમાન્ય હિતે, તેનું બીજું નામ “વાગ્ધન પણ મળે છે.
૭. ચડસિંહ–તેનું બીજું નામ ચંદ્રસિંહ પણ મળે છે. તેને ૧ પેથડ, ૨ નરસિહ, ૩ રતનસિંહ, ૪ ચેમિલ, ૫ મુંજાલ, ૬ વિકમસિંહ અને ૭ ધર્મણ એમ સાત પુત્રો હતા. ચંડસિંહ રાજમાન્ય માટે વેપારી અને બુદ્ધિવાળે હતે.
૮. પેથડ–તેણે સંડેરમાં જિનાલય, શાસનદેવીનું ચિત્ય, તથા કુળદેવીનાં મંદિર બંધાવ્યાં. તેણે બીજા નામના ક્ષત્રિય સાથે જઈ વિજાપુર (ગોલવાડ) વસાવ્યું. “વિજાપુરમાં ભ૦ મહાવીર સ્વામીને જિનપ્રાસાદ” બંધાવી. તેમાં સં૦ ૧૩૭૮માં ભ૦ મહાવીર સ્વામીની સેનાની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
સં. પેથડે સં. ૧૩૭૮માં આબૂતીર્થની યુણિગવસહીમાં ભવ નેમિનાથના જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું.
તેના વંશમાં થયેલા સં. ભીમાશાહે આબૂતીર્થમાં પિત્તલહરઆદિનાથ જિનપ્રાસાદ બંધાવ્યું હતું. (પ્રકટ ૩૦ પૃ. ૨૮૮) સં પેથડે તેની “ભ૦ આદિનાથની ૫૧ આંગુલની પ્રતિમાને” એનાથી રસાવી, મજબૂત બનાવી હતી.
તેણે સં૦ ૧૩૬૦માં “કરણ વાઘેલા”ના રાજ્યમાં “ભ૦ મહાવીરસ્વામીને જિનપ્રાસાદ” બનાવ્યું. તેણે સં. ૧૩૬૦માં જ પિતાના છ ભાઈઓને સાથે લઈ શત્રુંજય તીર્થ તથા ગિરનાર તીર્થના છ'રી પાળતા યાત્રા સંઘ કાઢયા, અને તેણે શત્રુંજય તીર્થની છ વાર યાત્રાએ કરી હતી. સં. પેથડ વગેરેએ સં. ૧૩૭૭ના મોટા દુકાળમાં અનાજ-પાણી અને વસ્ત્રોની જનતાને ભારે મદદ કરી, સંવ પેથડે “નવ ક્ષેત્રમાં” ઘણું ધન વાપર્યું, તેણે ભગવતીસૂત્રનું વ્યાખ્યાન સાંભળતાં “ગેયમાં શબ્દ” આવતાં દરેક નામ દીઠ “ચાંદીને ટંક મૂળે અને આગમગછના આ સત્યસૂરિના ઉપદેશથી નવા ચાર ગ્રંથભંડારે બનાવ્યા.
૧. અન્ય સ્થળે સંવ ભીમાશાહને ગૂર્જર શ્રીમાલી બતાવ્યું છે. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org