________________
૩૩૮
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ સની સંગ્રામસિંહ વિશે વીરવંશાવલીમાં આ પ્રકારે વિશેષ વર્ણન મળે છે.–
“સોની સંગ્રામસિંહ ગૂજરાતમાં વઢિયારના લોલાડા ગામને વતની હતે. સુશીલ હતું. તે ત્યાંથી નીકળી, પિતાની માતા દેવા, પત્ની તેજા તથા પુત્રી હાંસીને સાથે લઈ માંડવગઢ ગયે.
ત્યાં તેણે દરવાજામાં પેસતાં જ સાપની ફણું ઉપર બેસી હર્ષને શબ્દ કરતી દુર્ગા દેખી. સંગ્રામ આ શકુન જેઈવિચારમાં પડયો. નજીકમાં ઊભેલા આહેડીએ કહ્યું: “શેઠ! શહેરમાં નિઃશંકપણે પ્રવેશ કરે. આ શકુન લઈ શહેરમાં પ્રવેશ કરનારે માટે ધનવાન બને છે. સની સંગ્રામે આ શકુનફળ સાંભળી તુરત શહેરમાં પ્રવેશ કર્યો.
એક દિવસ બાદશાહ ગ્યાસુદ્દીન ( ) ગરમીની મેસમમાં રાજવાડીએ ગયે. તે એક ઘટાદાર આંબા નીચે જઈ બેઠે. તેને વિશ્રાંતિ મળી. પણ તેણે જોયું કે, આંબે વાંઝિયે છે? એટલે તેણે માળીને હુકમ કર્યો કે, “આ વાંઝિયા આંબાને કાપી નાખજે ? સંગ્રામસિંહ ત્યાં ઊભો હતો તેણે પાસે આવી હાથ જોડી કહ્યું “બાદશાહ સલામત ! આ આંબે જન્મથી જ વાંઝિયે છે. તો મહેરબાની કરી તે મને આપે તેને અભયદાન આપે. બાદશાહની મહેરબાની હશે અને જીવતે રહેશે તે આવતા જેઠ મહિનામાં તે વાંઝિયે મટી જઈ. ફળવાળે બની જશે.”
બાદશાહે કહ્યું : “જો આ આંબાને આવતા જેઠમાં ફળ નહીં. આવે તે જેવા એના હાલ હવાલ થવાના હતા તારા પણ તેવા હાલહવાલ થશે.” સોની સંગ્રામે બાદશાહની તે વાત સ્વીકારી.
સોનીએ તે આંબાની નીચે સ્નાત્ર પૂજા ભણાવી, તે આંબાની ચંદન ધૂપ, દીપ, અને ફળ વગેરેથી પૂજા કરી. આથી તે આંબાને અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થઈને બલ્ય : સંગ્રામ ! હું પૂર્વભવમાં વાંઝિયે હતું અને આ ભવમાં પણ વાંઝિયે બન્યું છું. તે અભયદાન આપ્યું છે, તેથી ખુશી થયે છું. આ ઝાડની નીચે મૂળમાં અમૂક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org