________________
પિસ્તાલીસમું ] આ૦ શ્રી દેવેન્દ્રસૂરિ
૩૪૩ ૮, સાધુ ચઉ–તેની પત્નીનું નામ મહાઈ હતું. તેને ૧ તેજપાલ અને ૨ કમી એમ બે પુત્રો હતા, સં૦ ચઉથાએ સાધર્મિક વાત્સલ્ય, મેટી તીર્થયાત્રાઓ, સંઘપૂજા, જ્ઞાન ભક્તિ, અને પરોપકારનાં અનેક કાર્યો કર્યા. તે બહુ યશસ્વી હતો. તેણે વૃદ્ધતપાગચ્છના ૬૦ મા આ૦ લધિસાગરસૂરિના ઉપદેશથી સં. ૧૫૬૯ના કાતિક સુદિ ૧૨ ને રવિવારે ૪૫ જિનાગમે લખાવ્યાં.
. (–પ્રક. ૪૪ પૃ૦ ૨૬) ૯ તેજપાલ તથા કમરશી-(-જેન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૧૧૫
૧૩૦, ૧૩૧ ) (૨) શાહ દેધર શ્રીમાળીને વંશ બીજે
૬. શ્રીધર–તેને પાંચ પુત્રો હતા–
૭. સં૦ મે –તે અમદાવાદમાં રહેતું હતું. તેને લાડિકા પુત્રી હતી. તે માટે દાની હતો સંઘવી, મંત્રી, તપાગચ્છને શ્રાવક હતો. તેણે સં. ૧૫૩૯ શ્રા. વ. ૯ બુધવારે અમદાવાદમાં વડ– ગચ્છના ૩૮મા આ૦ નેમિચંદ્રસૂરિના “પ્રવચનસારોદ્ધારનું ” રાજગચ્છના ૧૩મા આ ઉદયપ્રભસૂરિએ બનાવેલ ટિપ્પણ– “વિષમ પદાર્થાવબોધ” પ્રહ ૩૨૦૩ની પિતાના હાથે પ્રત લખી હતી, આ પ્રત અમદાવાદમાં શ્રી જૈનપ્રાચ્યવિદ્યાભવનના “શ્રી ચારિત્ર વિજયજી જૈન જ્ઞાનમંદિરમાં સુરક્ષિત છે.
(–પ્રક. ૩૫ પૃ. ૪૫ –પ્રક. ૩૯ પૃ. ૪૧૭) સં. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સેનપાલે સં૦ (૧૫૬૮) કા. શુ ૫ રવિવારે વૃદ્ધ તપાગચ્છના ભ૦ લબ્ધિસાગરસૂરિના ઉપદેશથી તથા ૫૦ ગુણસાગરગણિ અને ૫૦ ચારિત્રસાગરની પ્રેરણાથી પિતાના પિતાની ઈચ્છા મુજબ તેમના જ પુણ્ય માટે ગ્રંથભંડાર બનાવ્યું. જેમાં સુવર્ણાક્ષરી પ્રતો પણ લખાવી.
શ્રી સેનપાલે અમદાવાદમાં રંગમંડપવાળું મેટું દેરાસર બનાવી તેની પ્રતિષ્ઠા કરાવી, શત્રુંજયતીર્થ અને ગિરનાર તીર્થના યાત્રા સંઘે કાઢયા. આબૂતીર્થની યાત્રા કરી ઘણું માન મેળવ્યું. (–જેન સત્ય પ્રકાશ ક. ૧૧૫, જૈન ઇતિપ્ર. ૪૪, પૃ. ૨૬, ૨૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org