________________
૩૪૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ જ0 ગુરુ આ૦ વિજયહીરસૂરિવરે સં. ૧૬૫૦ (ના પ્રથમ ચૈત્રમાં) નંદિવર્ધન જિનપ્રાસાદ વગેરે પ્રાસાદની પ્રતિષ્ઠા કરી.
(મહાકવિ ઋષભદાસનો હીરવિજયસૂરિરાસ) સોની તેજપાલે ઉદ્ધાર કરેલ વિમલાચલમંડન આદીશ્વર જિનપ્રાસાદની પ્રશસ્તિ ૫૦ કમળવિજયજગણિના શિષ્ય આશુ-કવિ પં. હેમવિજયગણિએ રચી. પં૦ મહાસહજસાગરના વિદ્વાન શિષ્ય પં. (ઉ) જયસાગરે તેને પથ્થર પર અક્ષરરૂપે લખી. અને સલાટ “માધવ” તથા નાનાએ તેને કેતરી આ પ્રશસ્તિ ૧ થી ૬૮ શ્લોકની છે. - ખંભાતમાં જિનાલય–સોની તેજપાલની પત્ની સંઘવણ તેજલદેએ પતિની આજ્ઞાથી ખંભાતમાં “ભેંયરાવાળું જિનાલય” બનાવી, તેની સં૦ ૧૬૬૧ના વૈશાખ વદિ ૭ના રોજ ઘણું ધન વાપરી, આ. વિજયસેનસૂરિના કરકમલથી પ્રતિષ્ઠા કરાવી.
(–પ્રાચીન જૈન લેખસંગ્રહ, ભા. ૨, લેખાંક : ૧૨) (૧) શાહ દેધરને વંશ- (પહેલે).
૧. શાહ દેધર–તે શ્રીમાલી હતો. તેનું બીજું નામ દેવ ધર પણ મળે છે.
૨. ઠા, આહણસી-(-જૂઓ પારેખ આહસીને વંશ) ૩. ઠા, પાહણુસી. ૪. જીતે. ૫. રાઉલ–પત્ની મચકુ.
૬. શ્રીધર-તેની પત્નીનું નામ હી હતું. તેઓને ૧ કે, ૨. મે. ૩-ભાવડ, ૪–૪૪, અને ૫ પાંચે એમ પાંચ પુત્ર હતા.
૭. સં. જૂઠે–તેની પત્નીનું નામ જસમાદે હતું તે સંઘપતિ હતું. તેને ૧ મહીપતિ-પત્ની પદ્માઈ ૨ રૂપિ–પત્ની બીબી, ૩. હર્ષ ૪–૨ઉથ-પત્ની મહાઈ અને પ–સહસા એમ પાંચ પુત્રો હતા. આ પુત્રો પૈકી (૮) મહીપતિને (૯) ડાહ્યો નામે પુત્ર–તેની પત્ની ગ૬ પૌત્ર (૧૦) જીવરાજ સં. ૧૫૬૮માં વિદ્યમાન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org