________________
૩૪૦
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ૨. શિવરાજ–તે માટે સોની હતું, અને મહાપુણ્યશાળી હતો. ૩. સીધર ૪. પર્વત ૫. કાળે ૬. વાઘજી–તેને રજાઈનામે પત્ની હતી.
૭. વળી –તેને ૧ “સુહાસિની, અને ૨ પદ્મા”, નામે પત્નીઓ હતી. શેઠ વછીઆ અને પદ્માદેવીને સોની કુંવરજી નામે પુત્ર હતો. તેણે શત્રુંજય ઉપર અષ્ટાપદાવતાર જિનપ્રાસાદ બંધાવી, તેની સં૦ ૧૬૫૦ માં જ ગુ. આ. વિજયહીરસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી. ૮. સેની તેજપાલ–તે “શેઠ વછીઆઅને “સુહાસિની દેવીને પુત્ર હતો. તેને તેજલદે નામે પત્ની હતી. બંને જણ આ૦ વિજયસેનસૂરિના ભક્ત હતા તેની તેજપાલે આ. વિજયસેનસૂરિના ઉપદેશથી સં. ૧૬૪૬માં ખંભાતમાં (૧) ભ૦ સુપાર્શ્વનાથ અને (૨) ભ૦ અનંતનાથનાં જિનાલો બનાવ્યાં, ચિત્તોડના દેશી કર્માશાહે ભ૦ આણંદવિમલસૂરિના ઉપદેશથી સં. ૧૫૮૭માં શત્રુંજય મહાતીર્થને મેટ સેળ ઉદ્ધાર કરાવ્યો હતો. તે પછી પણ તે જિનપ્રાસાદ જીર્ણ થઈ જતાં જ0 ગુરુ આ૦ હીરવિજયસૂરિ અને આ૦ વિજયસેનસૂરિના ઉપદેશથી સોની તેજપાલે શત્રુંજયતીર્થના તે મૂળ જિનપ્રાસાદને બે લાખ લ્યાહરી ખરચીને
મેટે જીર્ણોદ્ધાર ” કરાવ્યું. તેમાં ૭૪ થાંભલા કરાવ્યા, બાવન હાથ ઊંચા મુખ્ય શિખર ઉપર “ઊંચે સ્વર્ણકળશ” મુકાવ્યો. બીજા “નાના-મોટા ૧૨૪૫ કળશે” બનાવ્યા અને તે જિનપ્રાસાદનું નામ નંદિવર્ધન જિનપ્રાસાદ રાખવામાં આવ્યું. આ સિવાય ત્યાં ચારે બાજુએ ચાર ગેખ બનાવ્યા, “૪ મુનિવરની આકૃતિઓ” બનાવી, અને ૭૨ દેરીઓ બનાવી. - તથા તેના સાવકાભાઈ કુંઅરજી સનીએ ઠ૦ જસુની મદદથી - સં. ૧૬૪૯માં આઠ પગથિયાંવાળે “અષ્ટાપદાવતાર નામને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org