________________
ક૨૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
૭. વીકે–તેણે સાત રાજાઓને અધિકાર છીનવી લીધે, તેથી બાદશાહે તેને ઘણું માન આપ્યું હતું.
૮, ઝાંઝણો રાજા ગોપીનાથને મુખ્ય મંત્રી હતા. બહુ ધર્મપ્રેમી હતો. તેણે સં. ૧૫૦૩ લગભગમાં પાલનપુરમાં ભ૦ શાંતિનાથને જિનપ્રાસાદ કરાવ્યું, યાત્રાસંઘે કાઢયા, ઉજમણું કર્યા, ધર્મશાળા, ઉપાશ્રયે અને દાનશાળા બંધાવ્યાં. તે માંડવગઢ જઈને વસ્યું. તેને ૧. સં. ચાહડ, ૨, સં૦ બાહણ, ૩. સં. દેહડ, ૪. પવ, પ. સં૦ આલ્હા અને ૬. સં૦ પાહુ એમ છે પુત્રો હતા.
આ સૌ ભાઈઓ માંડવગઢમાં બાદશાહ આલમ શાહના દિવાન બન્યા, તે સૌએ જીરાવલા પાર્શ્વનાથ, આબૂતીર્થ વગેરેના જૂદા જૂદા યાત્રાસ ઘ કાઢયા હતા. એ રીતે સંઘપતિ બન્યા હતા. તેઓએ “કલભક્ષ રાજા” પાસેથી લોકોને છોડાવ્યા. અલાઉદ્દીન (સને ૧૨૯૮ થી ૧૩૧૬) માંડવગઢ જીતી લઈ સં. પદ્યને ત્યને “દિવાન” બનાવ્યું અને મલિક કાફરને “ માળવાને સૂ ” બનાવ્યું. -
(પ્રક. ૪૪, પૃ. ૪૭) ૯. સં. બાહડ–તે ઝાંઝણને બીજો પુત્ર થયું હતું. તેણે જીરાવાલા તથા આબૂતીર્થને છરી પાળ યાત્રાસંઘ કાઢયે હતે. તેને મંત્રી ૧ સમધર, અને ૨ સંવમંડન એમ બે પુત્રો હતા.
૧૦. સં. કવિવરમંડન–તે સં૦ બાહડને નાનો પુત્ર હતો. તે બુદ્ધિમાન, ધનવાન, વિદ્વાન, હ. તેણે “મંડનાંક’ ઘણું ગ્રંથ રચ્યા છે. તે આ પ્રકારે જાણવા મળે છે.–
૧. સારસ્વતમંડન, ૨. કાવ્યમંડન, ૩. ચંપૂમંડન, ૪. કાદંબરીમંડન, પરિ૦ ૪, ૫. ચંદ્રવિજય ૧૪૧, ૬. અંલકારમંડન, ૭. શૃંગારમંડન કલોક, ૧૦૮, ૮, સંગીતમંડન, ૯ ઉપસર્ગમંડન, અને ૧૦. કવિકલ્પદ્રુમ વગેરે.
૧. સંભવ છે કે, તે મેવાડને મહામાત્ય હેય, તેના કુટુંબે આવે ધમષના ઉપદેશથી ગ્રંથ લખાવ્યા હતા. (પ્રક. ૪૫ પૃ. ૨૮૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org