________________
૨૧૦
જેને પરંપરાને ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ તેની તે બેગમ બનશે.” રૂપસુંદરી આ ભવિષ્યવાણીને પરખી ગઈ. ફતેહખાન બાદશાહ બનવાને છે અને હું તેની બેગમ બનવાની છું એમ વિચારીને તેણે ફતેહખાનને બચાવી લીધે.
(–ગુજરાતનું પાટનગર અમદાવાદ પ્રક. ૪૧, પૃ૦ ૬૦૨) રાસામહીપતરામ રૂપરામ નીલકંઠ લખે છે કે–મહમ્મદે સં. ૧૫૧૭માં દ્વારિકાની મૂતિ તેડી નાખી. દ્વારિકાના ચાંચિયા રાજા ભીમને મારી નાખ્યું અને જૂનાગઢના રા' માંડલીકને જીતી લઈ તેને ખાનજહાન નામ આપી, મુસલમાન બનાવી, અમદાવાદ લઈ આવ્યું. આ ખાનજહાન સને ૧૪૭૪માં અમદાવાદમાં મરણ પામે. તેની કબર માણેકચોકમાં છે.
બેગડાએ દરિયાપારના વેપારીઓને હરકત કરનાર લૂંટારાને મારી નાખી દેશની આબાદી વધારી. તેણે સં૦ ૧૫૪૦ માં ચાંપાનેર જીતી લીધું. આમ જૂનાગઢ અને પાવાગઢ એ બે ગઢ જીતવાથી તે “બેગડે” કહેવાય. (સને ૧૮૬૭ માં રચેલ ગુજરાતને સંક્ષિપ્ત ઇતિહાસ,
છઠ્ઠી આવૃત્તિ, નકલ-૫૦૦૦ પૃ. ૨૪, ૨૫) મહમ્મદ બેગડાએ શાહજાદા અહમ્મદને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવા મોકલ્યા. અહમ્મદે સોમનાથ પાટણ, દ્વારિકા, ગિરનાર અને શત્રુંજયતીર્થનાં દેરાસરે તેડી પ્રતિમાઓને ખંડિત કરી, વિનાશ કર્યો. તેણે સં. ૧૫૩૧ માં રાણપુર લીધું અને સં. ૧૫૪૦ માં ચાંપાનેર લીધું.
મહમ્મદ બેગડો પણ જૂનાગઢને જીતવા માટે પાછળથી ગયો હતો. એ સમયે તેણે અમદાવાદમાં એક સૂબે ની હતે. જે ઘીકાંટામાં રહેતું હતું. તે સૂબાએ ૫૦૦ ચેરેને પકડીને જાહેરમાં ફાંસી આપી હતી.
(૬ઠ્ઠો) મહમ્મદ બેગડે અને તે પછીના (૧૦) બહાદુરશાહ સુધીના બાદશાહો મોટે ભાગે ચાંપાનેરમાં રહેતા હતા અને અમદાવાદમાં સૂબે નીમતા હતા.
મહમ્મદ બેગડાએ મહેમદાવાદ વસાવ્યું. તેણે સને ૧૪૬૮ માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org