________________
ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૨૪૧
બાટ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને શત્રુંજય પહાડ-પાલીતાણું ગામ ઈનામમાં આપ્યાં તેનું ફરમાન
મુરાદાબક્ષ તરસ્થી મળેલી સનંદ શાહજહાંનના દીકરા અને ગુજરાતના સૂબા મૂરાદબક્ષે (પરિશિયનમાં લખેલી સનંદને તરજૂમે) મહેરબાન ખુદાના નામે
સીલ
સેરઠની સરકારના હાલના અને ભવિષ્યના હિસાબે શાહી મહેરબાનીથી અને ઉમેદથી ઉમદા થયા છે. એ હિસાબ રાખનારાઓને માલૂમ થાય જે “શાંતિદાસ ઝવેરી જે અમીરેમાં પહેલા દરજજાના છે” તેમણે અમારા સ્વર્ગસમા દરબારમાં બધા દરબારીઓની સમક્ષ જાહેર કર્યું છે કે, “સેરઠ સરકારના તાબામાં આવેલા પાલીતાણા નામના ગામ આગળ શેત્રુંજા નામનું હિંદુ લેકેનું યાત્રાનું ધામ આવેલું છે. અને આજુબાજુના લેકે ત્યાં યાત્રાએ જાય છે.” ઉમદા દરજજાવાળા તરફથી મહેરબાની રહે એ હુકમ કરવામાં આવ્યો છે કે, “અમીરમાં સૌથી ઊંચા દરજજાનું મચકુર ઈસમને આ મોસમની શરૂઆતથી મચકુર ગામ ઈનામ તરીકે આપવામાં આવ્યું છે,” જેથી આ ગામને એમનું ઇનામ તરીકે ગણને એમાં કઈ જાતની દખલગીરી નહીં, આજુબાજુના જિલ્લાના તથા પ્રદેશના લોકો આ જગ્યાએ નિર્ભય થઈને યાત્રા કરવા આવે, આ બાબતમાં તાકીદને આ ખાસ હુકમ જાણું એને પાળવામાં કેઈએ કસૂર કરવી નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org