________________
- ૩૦૫
પિસ્તાલીસમું ]
આ. શ્રી દેવેન્દ્રસૂરિ રહેતું હતું. બાદશાહ અલ્તમશની પ્રિય બેગમ પ્રેમકલા તેને ધર્મબંધુ માનતી હતી, એટલે તે રાજમાન્ય હતો. તેણે સં૦ ૧૨૭૩માં અને સં૦ ૧૨૮૬માં શત્રુંજય તીર્થના છ'રી પાળતા યાત્રાસંઘે કાઢયા હતા. તેમાં તેની સાથે માંડલિકે પણ હતા. મંત્રી વસ્તુપાલે સંતુ ૧૨૮૬માં માંડલ તથા ળકામાં તેનું ભારે સ્વાગત કર્યું હતું. તેણે સંઘના દરેક યાત્રીઓના ચરણ પખાળ્યા હતા. મંત્રી વસ્તુપાલ તે સંઘ સાથે શત્રુંજય ગયો હતો. તે બંનેનો મૈત્રી સંબંધ બંધાયે. મંત્રી વસ્તુપાલ જ્યારે દિલ્હી ગમે ત્યારે તેણે સં૦ પૂનડ તથા બાદશાહની માતા કુશીદા બેગમની મદદથી બારા અલતમ. (સને ૧૨૧૦ થી ૧૨૩૫) ને પ્રેમ સંપાદન કર્યો, મહામાત્યે બાદશાહને પ્રસન્ન કરી, તેની પાસેથી અભયવચન માગી લઈ, ગુજરાતને દિલ્હીના બાદશાહની ચડાઈથી ભયમુક્ત બનાવ્યું હતું.
(પ્રક. ૩૮ પૃ૦ ૩૬૫, પ્રક. ૪૪ પૃ૦ ૪૫) સં. પૂનડ અસલમાં પૂનમિયાગચ્છને ઉપાસક હતા. પરંતુ મંત્રી વસ્તુપાલની મૈત્રી થતાં આ દેવેન્દ્રસૂરિનાં દર્શન કરી તપાગચ્છીય શ્રાવક બન્યો હતો. (–ઉપદેશતરંગિણી તરંગ બી, પ્રબંધ કેશ,
પ્રક. ૩૫, પૃ૦ ૧૪૨, પ્રક. ૩૮, પૃ. ૩૬૪) મહામાત્ય વસ્તુપાલ
તે વિચક્ષણ પુરુષ હતો, તેની વિદ્વતા માટે તેણે રચેલા ગ્રંથોનો ઉલ્લેખ અમે અગાઉ (પ્રક. ૩૮, પૃ. ૩૭૦ માં) આપ્યો છે. તેના વિશેષ છે માટે અહીં જણાવીએ છીએ.—
નરનારાયણાનન્દ મહાકાવ્ય, સર્ગઃ ૧૬. શત્રુંજયમંડન–આદિનાથસ્તોત્ર-મરથમય, ક. ૧૨. ગિરનારમંડન–શ્રીનેમનાથસ્તોત્ર, લે. ૧૦. અંબિકાદેવીસ્તેત્ર, લે૧૦. આરાધના, ૦ ૧૦. મહામાત્યે આ ગ્રંથ રચ્યાનું જાણવામાં આવે છે.
મહામાત્યે નરનારાયણાન~મહાકાવ્યમાં અર્જુન તથા કૃષ્ણ વાસુદેવે ગિરનાર ઉપર પરિભ્રમણ કર્યું તેનું વર્ણન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org