________________
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩જો
[ પ્રકરણ
કવિ હરિહર—તે ગૌડદેશથી આવ્યા હતા. ‘નૈષધ' કાર ૫૦ હુના વંશના હતા. ધાળકામાં આવતાં જ ૫૦ સામેશ્વર સાથે તેણે શાકચ જેવું વર્તન રાખ્યું. અને વચ્ચે મોટા સંઘર્ષ ચાલ્યા, મંત્રી વસ્તુપાલે વચ્ચે પડી, બંનેને સમજાવી શાંત કર્યા. અને બંને વચ્ચે મૈત્રી કરાવી. મંત્રીએ ૫૦ હરિહર પાસેથી વાંચવા માટે લાવીને રાતેારાત નકલ કરાવી લીધી, અને એ સમયથી નૈષધકાવ્ય ’ને પ્રચાર શરૂ થયા. ૫૦ હરિહર ગર્ભશ્રીમંત હતેા. માત્ર મંત્રીને વિદ્યાપ્રેમ સાંભળીને અહિં માન્યા હતા. તેણે સ૦ ૧૩૨૦ માં વંશના મંત્રી સામ સિહે કરાવેલા રેવતી કુંડના જીર્ણોદ્ધારની પ્રશસ્તિ ’ રચી હતી.
ઉદયનના
6
(–ગૂજરાતના ઐતિહાસિકલેખા, ભા૦ ૩
લેખાંક : ૨૧૬; પ્રક૦ ૪૧, પૃ૦ ૬૬૧)
૩૧૦
મદન—તે અજમેરના રહેવાસી હતા. મહાકવિ હતા. ૫૦ હરિહર અને ૫૦ મદન વચ્ચે પણ ‘સાક્ષરઃ સાક્ષર Ðવા. ’ જેવી ખૂબ રસાકસી ચાલી હતી. અને મળે કે, તરત જ લડી પડતા. એવી સ્થિતિ હતી. મંત્રી વસ્તુપાલે તે તેને સમજાવી, મૈત્રી કરાવી હતી; અને બંનેને સત્કાર કર્યો હતા.
"
સુભટ—તેણે ત્રિભુવનપાલના રાજ્યમાં ‘ફ્તાંગદનાટક ' રચ્યું હતું. ૫૦ સામેશ્વરે ‘ સુરથેાત્સવ ’ ની પ્રશસ્તિમાં તેના સત્કાર કર્યો છે.
નાનાક—તે વડનગરને નાગર બ્રાહ્મણ હતા. વિદ્વાન હતા. વેદ, શ્રુતિ અને સ્મૃતિના જાણુ હતા, તેણે મત્રી વસ્તુપાલનાં સ્તુતિકાવ્યેા. રચ્યાં હતાં. વિસલદેવની પ ંડિતસભાના તે વડેા હતેા. તેણે આ॰ અમચંદ્રસૂરિની કવિત્વશક્તિની પરીક્ષા કરી હતી.
(-પ્રક૦ ૪૩ પૃ૦ ૭૫૧)
૫૦ અરિસિહ તે ૪૦ લાવણ્યસંહના પુત્ર હતા. પૈસેટકે સુખી હતા. વાયડગચ્છના આ॰ જીવદેવસૂરિના ભક્ત શ્રાવક હતે.
(-પ્રક૦ ૩૪, પૃ॰ ૫૪૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org