________________
ર૯૪ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૩જો [ પ્રકરણ
તપાગચ્છના પંત અજિતપ્રભગણિવરે સં. ૧૨૯૫માં વિજાપુરમાં “ધર્મરત્નશ્રાવકાચાર બનાવ્યો. (પ્રક. ૪૪ પૃ૦ ૯ ટીપ્પણી)
વિજાપુરમાં આજે શ્વેતાંબર તપગચ્છ ઘણાં જેનેનાં ઘર છે. વેતાંબર જૈનમંદિરે ૯ છે. અને હુંબડજ્ઞાતિનું દિવ્ય જૈનમંદિર ૧ છે. તે મંદિરના મૂળનાયકેનાં નામ આ પ્રકારે છે
૧. ચિંતામણિ પાર્શ્વનાથ ભટ નું મંદિર, ૨. શ્રી આદીશ્વર ભ૦ નું પદ્માવતીદેવીવાળું મંદિર ૩. શ્રી મહાવીર સ્વામી ભવનું મંદિર ૪. શ્રી વાસુપૂજ્ય સ્વામી ભવનું મંદિર ૫. શ્રી શાંતિનાથ ભટ નું મંદિર ૬. શ્રી કુંથુનાથ ભવ નું મંદિર ૭. શ્રી કેશરિયા ઋષભનાથ ભ૦નું, પ્રતિષ્ઠા સં. ૧૮૭૩ તથા ૧૮૮૧
૮. શ્રી અરનાથ ભટ નું મંદિર, પ્રતિષ્ઠા સં. ૧૮૭૩ (જૂઓ પ્રક. ૫૫ સેમશાખાપટ્ટાવલિ ૬૬ મા ભ૦ આનંદસેમસૂરિ)
૯. શ્રી ગેડી પાર્શ્વનાથ ભવનું મંદિર તથા ૧૦ હુંબડજ્ઞાતિનું ૧ દિગબર મંદિર છે તેમજ ૧૧ આ૦ બુદ્ધિસાગરસૂરિનું એક સમાધિમંદિર છે.
ઉપર્યુકત મંદિરે પૈકી શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભટ નું મંદિર પ્રાચીન છે. ભ૦ આદીશ્વર, ભ૦ મહાવીરસ્વામીનાં મંદિરની પ્રતિષ્ઠા તપાગચ્છના વિજયનંદસૂરિ શાખાના નં. ૬૦મા ભવ્ય વિજયાનંદસૂરિ અને આ. વિજયરાજરિએ સં. ૧૭૦૬ના જેઠ વદિ ૩ ને ગુરુવારે કરી હતી. ભ૦ આદીશ્વરના મંદિરમાં પદ્માવતી દેવી અને સરસ્વતી દેવીની પ્રતિમાઓ છે. આ સિવાય ઘણું દેવાલયમાં જૈનાચાર્યો, મુનિવરે વગેરેની ચરણ પાદુકાઓ પ્રતિષ્ઠિત છે. તે આ પ્રકારે જણાય છે.–
ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયમાં (૧) સં. ૧૯૨૧ની પં વિજયરત્નગણિની પાદુકા, (૨) સં. ૧૮૩૩ના વૈશાખ સુદિ ૧૦ ને શુક્રવારની તપગચ્છના ૫૦ અમરવિજયગણિની પાદુકા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org